પુત્ર ઇઝહાન સાથે સાનિયા મિર્ઝાએ શેર કરી તસવીરો

સાનિયાએ ટ્વીટર એકાઉન્ટ પર તેમના પુત્ર ઇઝહાન સાથેની તસવીર શેર કરી છે.

સાનિયાએ ટ્વીટર એકાઉન્ટ પર તેમના પુત્ર ઇઝહાન સાથેની તસવીર શેર કરી છે.

 • Share this:
  ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ઘરે ગયા મહિને બેબી બોયનો જન્મ થયો હતો. આ દંપતીએ તેમના પુત્રનું નામ ઇરઝાન મિર્ઝા મલિક નામ આપ્યું હતું અને હાલમાં તેઓ તેમના જીવનમાં એક અનોખો આનંદ માણી રહ્યાં છે. 2005માં ડબ્લ્યુટીએ ટુર્નામેન્ટ સિંગલ્સ ટાઇટલ જીતનાર અને સૌપ્રથમ ભારતીય ખેલાડી બનનાર સાનિયાએ તેમના પુત્ર સાથેના ફોટા શેર કર્યા હતા.

  સાનિયાએ ટ્વીટર એકાઉન્ટ પર તેમનો પુત્ર ઇઝહાન સાથેની તસવીર શેર કરી છે. જેમા તે તેમના પુત્રને ધાબળો ઓઢાળેલો જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં ધાબળામાં તેમના પુત્રનું નામ લખેલુ નજર આવી રહ્યું છે. પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે મોમેન્ટ્સ #અલ્હામદુલિલાહ  પિતા બનેલા શોએબ મલિકે સોશિયલ મીડિયામાં આ ખુશખબર આપ્યા હતા અને દુનિયાભરના ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. શોએબે પોતાના ટ્વિટર પેઝ પર પોતાના બાળકના આગમનની જાહેરાત કરતા લખ્યું કે, "એક્સાઇટેડ જાહેરાત, પુત્રનો જન્મ થયો છે # સાનિયાને સારુ છે# હંમેશા મજબૂત રહે. શુભેચ્છાઓ અને આભાર, તેમના માટે તેમનો પુત્ર અલ્લાહે આપેલી ભેટ છે.  આ દરમિયાન સાનિયા હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ પેઇઝ પર પુત્ર માટે મેસેજ પોસ્ટ કરતી રહે છે. માતા તરીકે મે પુત્ર ઇઝાનને જન્મ આપ્યો અને એક નવી લાઇફની શરુઆત થઇ. શોએબ અને મારા માતાપિતાએ સતત અમારી સાથે રહ્યાં છે. ખરેખર અમે આશીર્વાદ અને નમ્રતા અનુભવીએ છીએ. તેમનો હું ખૂબ આભાર માનું છું. અમે તેમને પ્રેમ કરીએ છીએ! પ્રેમ, સાનિયા, શોએબ અને ઇઝહાન. "  શોએબ અને સાનિયાએ હૈદરાબાદી રિવાજથી 12 એપ્રિલ, 2010એ લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા ઈચ્છતી હતી કે ડિલીવરી બાદ તે ઝડપથી ટેનિસ કોર્ટ પર વાપસી કરે. તેમણે કહ્યુ છે કે સાનિયા મિર્ઝા 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાની યોજના બનાવી રહી છે. 2009માં સાનિયા મિર્ઝાએ પોતાના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી. જો કે બંનેના લગ્ન થયા નહીં અને 2010માં સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે નિકાહ કર્યા હતા. સાનિયા મિર્ઝાના ગર્ભવતી હોવાનું 23 એપ્રિલ-2018ના રોજ સોશયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યું હતું.
  Published by:Bhoomi Koyani
  First published: