Home /News /cricket /

સચિનને ક્રિકેટ લવર્સ માટે લોન્ચ કરી મોબાઈલ ક્રિકેટ ગેમ, તમે જોઈ કે નહીં

સચિનને ક્રિકેટ લવર્સ માટે લોન્ચ કરી મોબાઈલ ક્રિકેટ ગેમ, તમે જોઈ કે નહીં

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર રિટાયરમેન્ટના પાંચ વર્ષ પછી પણ આજે ક્રિકેટ ફેન્સમાં લોકપ્રિય છે. કાલે બેંગાલુરુ ખાતે એક ડિજિટલ ગેમ લોન્ચ કરી હતી જેમાં તે પોતે જ પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે અને ફેન્સ તેની ક્રિકેટિંગ સફરનો અનુભવ લઈ શકાશે. ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ કંપની જેટસિન્થિયેસે મોબાઈલમાં ‘સચિન સાગા ક્રિકેટ ચેમ્પિયન્સ’નામની આ ગેમ લોન્ચ કરી છે.

સચિને કહ્યું કે, ‘આ ગેમની પાછળ પોતાના ફેન્સને એક મંચ પર લાવવાનો હેતુ છે, જેનાથી તેઓ મારા અનુભવોનો અહેસાસ કરી શકે છે.’આ ડાઉનલોડીંગ માટે ફ્રી છે અને અત્યારે માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ગેમ બે પાર્ટમાં છે લેજેન્ડરી અને ઈવેન્ટસ.

સચિને પોતાના વીડિયો ગેમ માટે કહ્યું કે, તે પોતાના નવરાશના સમયમાં પાર્લરમાં વીડિયો ગેમ રમતો હતો.



સચિને કહ્યું કે, ‘યોર્કશાયર સાથે 1992માં મારા કોન્ટ્રાક્ટ અને 2003ના વર્લ્ડકપ દરમિયાન હું સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે વીડિયો પાર્લરમાં ગેમ રમતો હતો અને આજે પણ મારા પુત્ર અર્જુન સાથે ગેમ રમું છું. મને તેમાં બહુ મજા આવે છે.’
First published:

Tags: સચિન તેંડુલકર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन