ટીમ ઈન્ડિયાની જીત પર ભાવૂક થયા ક્રિકેટના ભગવાન, આ બે 'જોડી'ના બન્યા ફેન્સ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: February 2, 2018, 9:44 PM IST
ટીમ ઈન્ડિયાની જીત પર ભાવૂક થયા ક્રિકેટના ભગવાન, આ બે 'જોડી'ના બન્યા ફેન્સ

  • Share this:
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયે પહેલી વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પર હાવી નજરે પડી. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 33મી શતક ફટકારી હતી. વિરાટ ઉપરાંત વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ 79 રનોની ઈનિંગ રમી. ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડૂલકરે સોશિયલ મીડિયા દ્વારા જીતનો શ્રેય ભારતીય ટીમની બે જોડીઓને આપ્યું છે.

સચિને ટ્વિટર પર લખ્યું, "બે ભાગીદારી જેને આ મેચમાં ભારતીય ટીમને જીત અપાવી દીધી." પહેલા યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે બોલથી શાનદાર પ્રદર્શન કર્યું, ત્યાર બાદ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ શાનદાર રમત બતાવી. સચિન તેંડૂલકરે લખ્યું, પહેલી મેચમાં ટીમે જે રીતનું પ્રદર્શન કર્યું છે, આશા રાખું છું કે, આવું પ્રદર્શન આગળ પણ ટીમ યથાવત રાખશે. સચિન ઉપરાંત ક્રિકેટના ઘણા બધા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને મળેલી ઐતિહાસિક જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલા અને ક્વિંટન ડિ કોકે સંભાળીને રમવાનું શરૂ કર્યું. જોકે, જસપ્રીત બૂમરાહે એક શાનદાર બોલ નાંખીને આ જોડીને તોડવાનું કામ કર્યું. બૂમરાહે અમલાને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને પહેલો ફટકો આપી દીધો હતો. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમનો એકપણ બેટ્સમેન ભારતીય બોલર્સ સામે ટકીને રમી શક્યો નહતો.

First published: February 2, 2018, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading