Home /News /cricket /

હિટમેને રચ્યો ઈતિહાસ: એકમાત્ર રોહિત 2398 ખેલાડીઓ પર પડ્યો ભારે

હિટમેને રચ્યો ઈતિહાસ: એકમાત્ર રોહિત 2398 ખેલાડીઓ પર પડ્યો ભારે

રોહિત શર્માએ મોહાલીના પીસીએ ઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં એવું કારનામું કરી નાંખ્યું કે, જેનાથી દેશ અને વિશ્વના ક્રિકેટ ફેન્સ હેરાન થઈ ગયા. આ દિગ્ગજ બેટ્સમેને એકવાર ફરીથી સાબિત કરી દીધું છે કે, તેને 'હિટમેન' કેમ કહેવામાં આવે છે. 153 બોલમાં 208 રનોની અણનમ ઈનિંગને લઈને 30 વર્ષના રોહિતે વનડે ક્રિકેટ ઈતિહાસમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે.

વનડેમાં સર્વાધિક બેવડી સદીની વાત કરીએ તો એકમાત્ર રોહિત બધા જ વનડે ખેલાડીઓ પર ભારે પડ્યા છે. જો રોહિતની બાદબાકી કરવામાં આવે તો, કુલ મળીને 2398 એવા ખેલાડી છે, જે બધાએ મળીને અત્યાર સુધીમાં 4 બેવડી શતક ફટકારી છે. જોકે રોહિતે ત્રણ ડબલ સેન્ચ્યુરી ફટકારીને ઈતિહાસ રચી નાંખ્યો છે.

વનડેમાં સર્વાધિક બેવડી સદી

1. રોહિત શર્મા (ભારત) 264 રન, 2014

2. માર્ટિન ગુપ્ટીલ (ન્યુઝિલેન્ડ) 237 * રન, 2015

3. વિરેન્દ્ર સહેવાગ (ઈન્ડિયા) 219 રન, 2011

4. ક્રિસ ગેઈલ (વેસ્ટ ઈન્ડિઝ) 215 રન, 2015

5. રોહિત શર્મા (ભારત) 209 રન, 2013

6. રોહિત શર્મા (ભારત) 208 * રન, 2017

7. સચિન તેંડૂલકર (ભારત) 200 * રન, 2010

રોહિત FACTS

1. કેપ્ટનના રૂપ બેવડી ફટકારનાર રોહિત શર્મા બીજો ખેલાડી છે. રોહિતથી પહેલા વીરેન્દ્ર સહેવાગે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ઈન્દોરમાં 2011માં 2019 રન બનાવ્યા હતા. આમ રોહિતે પણ કેપ્ટનના રૂપમાં બે બેવડી ફટકારી ચૂક્યો છે.
2. લિસ્ટ-એ ક્રિકેટ (અલગ-અલગ ઘરેલૂ વનડે મેચો ઉપરાંત વનડે આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ)માં પણ રોહિત શર્મા બેવડી સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે.
3. રોહિત શર્માએ આજની મોહાલી વનડેમાં 208 રનોની અણનમ ઈનિંગમાં 12 સિક્સ ફટકારી હતી. આ દરમિયાન હિટેમેને સળંગ ચાર બોલમાં ચાર સિક્સ ફટકારી હતી. ઝહિરખાન બાદ આવું કરનાર તેઓ બીજા ખેલાડી બની ગયા છે.
4. વનડેની એક ઈનિંગમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા છવાઈ ગયો હતો. રોહિતે પોતાની સદી 115 બોલમાં પૂરી કરી હતી, જ્યારે બીજા 100 રન માત્ર 36 બોલમાં પૂરા કરી નાંખ્યા હતા.

-16 છગ્ગા, રોહિત શર્મા વિ. ઓસ્ટ્રેલિયા, 2013

-12 છગ્ગા, રોહિત શર્મા વિ. શ્રિલંકા, 2017

-10 છગ્ગા, એમએસ ધોની વિ શ્રી લંકા, 2005

-9 છઠ્ઠા, રોહિત શર્મા વિ. શ્રીલંકા, 2014
First published:

Tags: India Vs SL, Sports news, Team india

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन