વીડિયો: બેવડી સદી બાદ રોહિતે આપી ફ્લાઈંગ કિસ, રડી પડી રીતિકા

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 13, 2017, 4:21 PM IST
વીડિયો: બેવડી સદી બાદ રોહિતે આપી ફ્લાઈંગ કિસ, રડી પડી રીતિકા

  • Share this:
મોહાલી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી છે. રોહિતે તોફાની ઈનિંગ રમતા 153 બોલમાં 208 રન ફટકારી દીધા હતા. રોહિતની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટના નુકશાને 50 ઓવરમાં 392 રનનો પહાડી ટાર્ગેટ આપી દીધો છે. વનડેમાં રોહિત શર્મા પૂર્વ ઓપનર બેટ્સમેન સહેવાગ બાદ બેવડી સદી લગાવનાર બીજા ભારતીય કેપ્ટન બન્યા હતા.

રોહિતની શતક દરમિયાન તેમની પત્ની રીતિકા સચદેવ પેવેલિયનમાં હાજર હતી અને શતકીય ઈનિંગ દરમિયાન તેને ચહેરાના હાવ-ભાવ સ્પષ્ટ નજરે પડી રહ્યાં હતા. રોહિતે બેવડી સદી ફટકારી ત્યારે રીતિકા ભાવૂક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ બહાર આવી પડ્યા હતા. રોહિતના એક-એક રન પર રીતિકા તેનો ઉત્સાહ વધારતી નજરે પડી અને સદી બાદ તેની આંખોમાં આવેલા આંસુએ તેના દિલની વાત જાહેર કરી નાંખી હતી. રોહિતે આજના દિવસે જ વર્ષ 2015માં રીતિકા સાથે લગ્ન કર્યા હતા અને બંને એકબીજાને પાછલા 6 વર્ષથી ઓળખે છે.

રોહિતે 40મી ઓવરના ત્રીજા બોલે એક રન લઈને પોતાની શતક પૂરી કરી હતી. રોહિતેની વનડે કરિયરની આ 16મી સદી હતી. કેપ્ટનના રૂપમાં તેની આ પહેલી સેન્ચ્યુરી છે. રોહિતની શતક બન્યા બાદ મિસ રોહિત શર્મા એટલે રીતિકા ખુબ જ નજરે પડી. તેને શતક બાદ તાળીઓ પાડીને રોહિતની ઈનિંગનું સન્માન કર્યું તો રોહિતે બધાની સામે ફ્લાઈંગ કિસ આપીને પોતાનું પ્રેમ વ્યક્ત કરી દીધું. જણાવી દઈએ કે, 13 ડિસેમ્બરે રોહિત શર્માની મેરેજ એનીવર્સરી છે.
First published: December 13, 2017, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading