Home /News /cricket /

જિયોએ લોન્ચ કર્યો ધમાકેદાર ન્યૂ યર પ્લાન, મળશે અધધ.. ડેટા

જિયોએ લોન્ચ કર્યો ધમાકેદાર ન્યૂ યર પ્લાન, મળશે અધધ.. ડેટા

Mukesh Ambani Chairman and Managing Director of Reliance Industries attends the annual meeting of the World Economic Forum (WEF) in Davos January 25, 2013. REUTERS/Pascal Lauener (SWITZERLAND - Tags: POLITICS BUSINESS) - RTR3CY35

ટેલિકોમ કંપનીઓ વચ્ચે હાલમાં ગળાકાપ હરિફાઈ જોવા મળી રહે છે. તેવામાં એકવાર ફરીથી બધાને ટક્કર આપવા અને  પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે એક ઓફર લોન્ચ કરી દીધી છે .જીયોએ ગ્રાહકોને રૂ.199 અને રૂ.299ના નવા પ્રિ-પેઇડ પ્લાન ઓફર કરીને નવા વર્ષની શુભકામના પાઠવી છે. આ બંને પ્લાન આજ રાતથી અમલમાં આવશે. રૂપિયા 199ની એમ.આર.પી. ધરાવતા પ્લાનમાં નિઃશુલ્ક વોઇસ કોલિંગ, દરરોજ 1.2 જીબી અનલિમિટેડ 4જી ડેટા, અનલિમિટેડ એસ.એમ.એસ. અને પ્રાઇમ મેમ્બર્સ માટે જિયો એપ્સનો લાભ 28 દિવસ માટે મળશે.



વધારે ડેટાનો ઉપયોગ કરતાં ગ્રાહકો માટે રૂ.299ની એમ.આર.પી. ધરાવતા પ્લાનમાં નિઃશુલ્ક વોઇસ કોલિંગ, 2 જીબી અનલિમિટેડ 4જી ડેટા અનલિમિટેડ એસ.એમ.એસ.અને પ્રાઇમ મેમ્બર્સ માટે જિયો એપ્સનો લાભ 28 દિવસની વેલિડિટી સાથે મળશે.હાઇસ્પીડ ડેટાનો લાભ આપતા આ બે પ્લાન અત્યાર સુધીમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યા છે. જેમા તે વધારે ડેટા લાભ આપી રહી છે. રિલાયન્સ જીયોના અન્ય પ્લાન 399 રૂપિયા, 459 રૂપિયા,499 રૂપિયા તેમજ 509 રૂપિયા કિંમતના છે.
First published:

Tags: Jio, Mukesh aambani, રિલાયન્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन