રિલાયન્સની વધુ એક ધમાકેદાર ઓફર્સ, અન્ય કંપનીઓની વધી ચિંતા

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 26, 2017, 1:04 AM IST
રિલાયન્સની વધુ એક ધમાકેદાર ઓફર્સ, અન્ય કંપનીઓની વધી ચિંતા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
રિલાયન્સની એન્ટ્રી સાથે જ બધી જ ટેલિકોમ કંપનીઓ ડેટાની કિંમતો ઓછી કરવા માટે મજબૂર થઈ ગઈ હતી. રિલાયન્સની ઓફર્સના કારણે ડેટા ઘણો સસ્તો થયો છે. 199 અને 299ના બે મંથલી પ્લાન્સ લોન્ચ કર્યા ના બે દિવસ પછી જિયોએ 300 રૂપિયામાં ‘સરપ્રાઈઝ કેશબેક’ ઓફર રજૂ કરી છે. રિલાયન્સ જિયો 3099 રૂપિયાના રિચાર્જ પર 3,300 રૂપિયા સુધીનું બંપર કેશબેક આપશે. મહત્વની વાત એ છે કે આ ઓફર 15 જાન્યુઆરી 2018થી પહેલા રિચાર્જ કરાવવા પર લાગુ થશે.

જિયોએ એક નિવેદનમાં કહ્યું, “જિયો ટેરિફ્સ આવી ઓફર આપવા માટે હંમેશા આગળ રહ્યું છે. આવી ઓફર્સનો સિલસિલો યથાવત રહેશે. જિયોએ વધુ જણાવ્યું કે, "જિયો એકમાત્ર એવી ટેલિકોમ ઓપરેટર છે જે ટેરિફ્સથી પણ વધુ ગ્રાહકો સુધી ફાયદો પહોંચાડે છે." કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, "ગ્રાહકોને ઓનલાઈન રિચાર્જથી નજીક લાવવાની દિશામાં આ એક પગલું છે."શુક્રવારે જ જિયોએ 199 અને 299 રૂપિયાના બે મંથલી પ્લાન્સ લોન્ચ કર્યા હતા. જેમાં ગ્રાહકોને પ્રતિદિવસે 1.2GB અને 2GB ડેટા મળશે. આ પહેલા કંપનીએ 10 નવેમ્બરે 2,599 રૂપિયાના કેશબેકની ઓફર આપવાનું શરૂ કર્યુ હતું, આ ઓફર્સ પહેલા 25 નવેમ્બર સુધી હતી જેની લંબાવીને 25 ડિસેમ્બર કરાઈ હતી.
First published: December 26, 2017, 1:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading