Home /News /cricket /RCB vs SRH: હૈદરાબાદનો બેંગલોર સામે શાનદાર વિજય, RCBની સૌથી મોટી હાર
RCB vs SRH: હૈદરાબાદનો બેંગલોર સામે શાનદાર વિજય, RCBની સૌથી મોટી હાર
હૈદરાબાદનો બેંગલોર સામે શાનદાર વિજય, RCBની સૌથી મોટી હાર
IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) IPL 2022માં શાનદાર વાપસી કરી છે. ટીમે એક મેચમાં RCB ને 9 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં ટીમની આ 5મી જીત છે. માર્કો યેન્સન અને ટી નટરાજન બંનેએ 3-3 વિકેટ લીધી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) IPL 2022 માં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. ટીમે (RCB vs SRH) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટે હરાવ્યું હતું. વિકેટની દૃષ્ટિએ આરસીબીની આ સૌથી મોટી હાર છે. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમ 16.1 ઓવરમાં માત્ર 68 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 9 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર માર્કો યેન્સન અને ટી નટરાજન 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમે 8 ઓવરમાં એક વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ ટીમની 7 મેચમાં 5મી જીત છે. ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં 5માંથી બીજા નંબર પર પહોંચી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે ટોપ પર છે.
ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને કેપ્ટન કેન વિલિયમસન અને અભિષેક શર્માએ સારી શરૂઆત અપાવી હતી. ટીમના 50 રન 5.5 ઓવરમાં પૂરા થયા હતા. પાવરપ્લેની 6 ઓવર બાદ સ્કોર વિના વિકેટે 56 રન હતો.
અભિષેક 28 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. 8 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. વિલિયમસન 16 બોલમાં 17 રન બનાવીને અણનમ રહ્યો હતો. રાહુલ ત્રિપાઠીએ પણ 3 બોલમાં અણનમ 7 રન બનાવ્યા હતા. તેણે હર્ષલ પટેલના બોલ પર સિક્સર ફટકારીને જીત મેળવી હતી. નાના સ્કોર સામે બેંગ્લોર તરફથી કોઈ બોલર પોતાનું સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.
સુયસે સૌથી વધુ રન બનાવ્યા
અગાઉ માર્કો યેન્સન અને ટી નટરાજને એસીબીને માત્ર 68 રનમાં આઉટ કરી દીધી હતી. યેન્સને 4 ઓવરમાં 25 રન આપ્યા હતા જ્યારે નટરાજને ત્રણ ઓવરમાં 10 રન આપીને 3-3 વિકેટ લીધી હતી.
જગદીશ સુચિતને બે જ્યારે ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકને એક-એક સફળતા મળી હતી. આરસીબીના માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. સુયસ પ્રભુદેસાઈએ 15 અને ગ્લેન મેક્સવેલે 12 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને સતત સાતમી વખત ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
એક જ ઓવરમાં 3 વિકેટ
મેચની બીજી ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (5) અને વિરાટ કોહલી (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યા બાદ યેનસને એ જ ઓવરમાં અનુજ રાવત (0)ને ચાલતો કર્યો હતો.
આરસીબીની ટીમ 8 રનમાં 3 વિકેટ પડી જવાના આઘાતમાંથી બહાર નીકળી શકી નહોતી. ડુ પ્લેસિસ આઉટગોઇંગ બોલ પર બોલ્ડ થયો હતો, જ્યારે કોહલીએ સ્લિપમાં એડન માર્કરામને કેચ આપીને સતત બીજી મેચમાં ગોલ્ડન ડક મેળવ્યો હતો.
શાનદાર લયમાં ચાલી રહેલા ગ્લેન મેક્સવેલે ઇનિંગની ચોથી ઓવરમાં યેન્સન સામે 2 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ 5મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ટી નટરાજને 11 બોલમાં વિલિયમસનના હાથે કેચ આઉટ કરીને ઈનિંગ્સનો અંત આણ્યો હતો.
આ પછી પ્રભુદેસાઈ અને શાહબાઝ અહેમદ સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ સુચિતે વિકેટકીપર નિકોલસ પૂરનની મદદથી પ્રભુદેસાઈ અને પછી શાનદાર લયમાં ચાલી રહેલા દિનેશ કાર્તિકને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધા હતા.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર