Home /News /cricket /

સર જાડેજાનો ઝંઝાવાત, એક ઓવરમાં ફટકારી 6 સિક્સ

સર જાડેજાનો ઝંઝાવાત, એક ઓવરમાં ફટકારી 6 સિક્સ

વનડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલ રવીન્દ્ર જાડેજાએ ઘરેલૂ  ટી-20 મેચમાં કમાલ કરી નાંખ્યો છે. જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં 1 ઓવરમાં સતત 6 સિક્સ ફટકારવાનું કારનામું કરીને પોતાના નામે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. આમ રવીન્દ્ર જાડેજાએ 6 સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવી નાંખ્યું છે.

જાડેજાએ શુક્રવારે ટી-20 ટૂર્નામેન્ટના પહેલા દિવસે જામનગર તરફથી રમતા અમરેલી વિરૂદ્ધ એક ઓવરમાં 6 સિક્ટ ફટકારીને પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી નાંખ્યો હતો. 29 વર્ષિય જાડેજાએ ઓફ સ્પિનર નીલમ વામજાની ઓવરમાં આ કારનામાને અંજામ આપ્યો હતો. જાડેજાએ 69 બોલમાં 154 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી હતી. જેના કારણે જામનગરે અમરેલીને 121 રનથી માત આપીને મેચ પર કબજો જમાવી લીધો હતો.

19મી ઓવરમાં રન આઉટ થયાં પહેલા સર જાડેજાએ 15 ફોર અને 10 ગગનચૂંબી સિક્સ ફટકારી હતી. જાડૂની શતકિય ઈનિંગની મદદથી જામનગરે 6 વિકેટ ગુમાવીને 239 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. આ જીત સાથે જ જામનગરના ખાતામાં ચાર પોઈન્ટ જમા થઈ ગયા હતા. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે, જેમને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. જામનગર હવે પછીની મેચમાં બોટાદ સામે ટકરાશે જેમાં બધાની નજરો સર જાડેજા પર રહશે.

જાણો આ પહેલા કોને ફટકાર્યા છે એક ઓવરમાં  અને સતત 6 સિક્સ

1. ગેરી સોબર્સ

ક્રિકેટમાં સિક્સનો રોમાંચ જ કંઈક અલગ હોય છે. મેચ દેખવા આવેલા ફેન્સ પણ સિક્સ લાગતા એક અલગ અંદાજમાં ઝૂમવા લાગે છે. એવામાં જો કોઈ બેટ્સમેન એક ઓવરના બધા જ બોલને બાઉન્ટ્રી બહાર ઉડાવે ત્યારે તો ખેલાડીની સાથે-સાથે ક્રિકેટ ફેન્સને પણ ક્રિકેટનો નશો ચડી જાય છે. 49 વર્ષ પહેલા ગેરી સોબર્સે આ કારનામું કર્યુ હતું. સર ગેરી સોબર્સના નામે 31 ઓગસ્ટ 1968માં અદભૂત કારનામું નોંધાયું હતું. તેમને ઈંગ્લિસ કાઉન્ટીમાં નોટિંગહામશાયરથી રમતા ગ્લેમોરગનના મેલકમ નેશની ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.

2. રવિ શાસ્ત્રી

17 વર્ષ બાદ 10 ઓગસ્ટ 1985માં રવિશાસ્ત્રીએ સર ગેરીની બરાબરી કરી હતી. શાસ્ત્રીએ વડોદરા વિરૂદ્ધ રણજીની એક મેચમાં તિલક રાજની ઓવરના બધા જ બોલને પેવેલિયનમાં પહોંચાડી દીધા હતા.

3. હર્શલ ગિબ્સ

દક્ષિણ આફ્રિકન વિસ્ફોટક બેટ્સમે હર્શલ ગિબ્સ વનડે ઈન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 સિક્સ લગાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેમને આ કારનામું 16 માર્ચ 2007ના વર્લ્ડકપની મેચમાં કર્યું હતું. સેન્ટ કિટ્સમાં ગિબ્સે નેધરલેન્ડના ડેન વેન બંજની ઓવરમાં 6 સિક્સ ફટકારીને પોતાના નામે આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

4. યુવરાજ સિંહ

ક્રિકેટ જગતના ખતરનાક બેટ્સમેનોમાંથી એક યુવરાજસિંહ આ કારનામું કરનાર ચોથા ખેલાડી બની ગયા હતા. જ્યારે આંતરાષ્ટ્રીય ક્રિકેટના બીજો બેટ્સમેન બન્યો હતો. 19 સપ્ટેમ્બર 2007ના દિવસે ઈંગ્લેન્ડ વિરૂદ્ઘ ટી-20 વર્લ્ડકપ દરમિયાન યુવરાજસિંહે સ્ટુઅર્ટ બ્રોંડ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. મેચમાં બ્રોંડની ઓવર પહેલા એન્ડ્રૂ ફ્લિન્ટોફે યુવરાજ સામે ખરાબ ઈશારા કર્યા હતા, જેનો જવાબ તેમને 6 સિક્સ ફટકારીને આપ્યો હતો.

5. જોર્ડન કલાર્ક

લંકાશાયરના ઓલરાઉન્ડર જોર્ડન કલાર્ક આ કારનામું કરનાર પાંચમા પ્રોફેશનલ ક્રિકેટર બન્યા હતા. 24 એપ્રિલ 2013માં તેમને સેકન્ડ ઈલેવન મેચમાં યોર્કશાયર વિરૂદ્ધ ગુરમાન રંધાવાને પોતાનો શિકાર બનાવ્યો હતો.

6. એલેક્સ હેલ્સ

નોટિંગમશાયરની તરફથી રમતા એલેક્સ હેલ્સે 15 મે 2015માં કંઈક અલગ જ અંદાજમાં સતત 6 સિક્સ ફટકારી હતી. નેટવેસ્ટ ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં બોયડ રેન્કિંગની 11મી ઓવરના પાછળના ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સ ફટકારી જ્યારે બીજી ઓવરમાં તેમની સ્ટ્રાઈક આવતા ફરીથી સતત ત્રણ સિક્સ ફટકારી હતી. આમ તેમને એક ઓવરમાં નહી પરંતુ સતત 6 સિક્સ ફટકારી દીધી હતી. આમ તેમને સતત 6 સિક્સ ફટકારવા માટે બે ઓવર લાગી હતી.

7 . રોસ વ્હીટલી

રોસ વ્હીટલીએ કેટલાક મહિનાઓ પહેલા જ (જુલાઈ 2017) નેવેસ્ટ ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં એક ઓવરમાં સતત 6 સિક્સ ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.  તેને વારવિકશાયરની તરફથી રમતા આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

8. મિસ્બાહ ઉલ હક

મિસ્બાહ ઉલ હક્કે હોંગકોંગમાં ટી-20 લીગમાં આ વર્ષે (માર્ચ 2017) સતત 6 સિક્સ ફટકારી હતી. જોકે, મિસ્બાહે પણ સતત 6 સિક્સ ફટકારવા  માટે બે ઓવરનો સહારો લીધો હતો. મિસ્બાહે 19 અને 20મી ઓવરમાં આ સિક્સ ફટકારી હતી.

9. કેરોન પોલાર્ડ

કેરેબિયન બેટ્સમેન કેરોન પોલાર્ડે પણ 2014માં એડિલેટ સ્ટ્રાઈકર તરફથી રમતા સતત 6 સિક્સ ફટકરી હતી. પરંતુ આ બિગબેશ લીગની વોર્મ-અપ મેચ હતી.
First published:

Tags: T-20

આગામી સમાચાર