રાજીવ શુક્લાએ જણાવ્યું, કેમ વધારાયો રવિ શાસ્ત્રીનો કાર્યકાળ!

Parthesh Nair | IBN7
Updated: September 18, 2015, 4:02 PM IST
રાજીવ શુક્લાએ જણાવ્યું, કેમ વધારાયો રવિ શાસ્ત્રીનો કાર્યકાળ!
નવી દિલ્હી# BCCIના વરિષ્ઠ અધિકારી રાજીવ શુક્લાએ કહ્યું કે, બોર્ડએ ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીના કાર્યકાળને 2016 ટી-20 વિશ્વ કપ સુધી વિસ્તારવામાં આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વધારવાનો નિર્ણય તેમના સારા કામ અને ખેલાડીઓ સાથેના સારા તાલમેલના કારણે કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી# BCCIના વરિષ્ઠ અધિકારી રાજીવ શુક્લાએ કહ્યું કે, બોર્ડએ ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીના કાર્યકાળને 2016 ટી-20 વિશ્વ કપ સુધી વિસ્તારવામાં આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વધારવાનો નિર્ણય તેમના સારા કામ અને ખેલાડીઓ સાથેના સારા તાલમેલના કારણે કરવામાં આવ્યો છે.

  • IBN7
  • Last Updated: September 18, 2015, 4:02 PM IST
  • Share this:
નવી દિલ્હી# BCCIના વરિષ્ઠ અધિકારી રાજીવ શુક્લાએ કહ્યું કે, બોર્ડ દ્વારા ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીના કાર્યકાળને 2016 ટી-20 વિશ્વ કપ સુધી લંબાવવામાં આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વધારવાનો નિર્ણય તેમના સારા કામ અને ખેલાડીઓ સાથેના સારા તાલમેલના કારણે કરવામાં આવ્યો છે. તેઓએ એ વાતનો કોઇ સ્પષ્ટ જવાબ ન આપ્યો કે, આવતા વર્ષેના ટી-20 વિશ્વ કપ પછી શું કરાશે. શુક્લાએ કહ્યું કે, પૂર્વ હરફનમૌલા મુખ્ય કોચનું પણ કામ કરી રહ્યાં છે, જે પદ ઝિમ્બાબ્વેના ડંકન ફ્લેચરના ગયા બાદ ખાલી પડ્યું હતું.

IPL ચેરમેન શુક્લાએ હોકી ઇન્ડીયા લીગ હરાજીના પહેલા પત્રકારો સાથે વાતચીત માં કહ્યું કે, કોચિંગનું કામ રવિ શાસ્ત્રી કરી રહ્યાં છે અને તેમને ટી-20 વિશ્વ કપ સુધી પદમાં ચાલુ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખેલાડીઓ તેમના કામથી ખુશ છે. મને લાગે છે કે, તેઓ સારૂ કામ કરી રહ્યાં છે અને ખેલાડીઓ પણ તેમના કાર્યથી ખુશ છે. તેઓએ જણાવ્યું કે, જો કોઇપણ નિર્ણય લેવાનો હશે તો સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની સલાહકાર સમિતિ લેશે. ભારત અને પાકિસ્તાનના વચ્ચે ડિસેમ્બરમાં યુએઇમાં સૂચિત સીરીઝ પર અનિશ્ચિતતાના વાદળ ઘેરાઇ રહ્યાં છે. જો કે, BCCI ઇચ્છે છે કે, બન્ને દેશો વચ્ચે ક્રિકેટ પુનઃસ્થાપિત થાય.

શુક્લાએ કહ્યું કે, અત્યારે હું કઇપણ કહી ન શકું. અમુક મામલા છે, જેનો ઉકેલ લાવવો જરૂરી છે. એક વાર મામલાનો ઉકેલ આવી જાય તો, આ અંગે વાત કરવામાં આવશે. અમારી નીતિ છે કે દ્વિપક્ષીય મેચ એક બીજાના ઘરમાં રમવામાં આવે. આ અમારૂ ફોકસ છે. અમારે સરકાર પાસે અનુમતિ લેવાની રહેશે કેમ કે, સુરક્ષા અંગેનો પણ મામલો છે. તેઓએ જણાવ્યું કે, કોઇપણ વિશાળ આયોજનની જેમ IPLમાં પણ વિવાદ થવો અનિવાર્ય છે. પરંતુ BCCI આને સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે દરેક સંભવ ઉપાય કરી રહી છે.

તેઓએ જણાવ્યું કે, તમે કઇક શરૂ કરો છો, તો વિવાદ અને આરોપ તો લાગશે જ. IPL એક વિશાળ આયોજન છે. દુનિયાભરનાં લોકો IPLને જોવે છે, તો આનાથી જોડાયેલા અમુક મામલાઓ પણ ઉભા થશે. મહત્તવની વાત એ છે કે, મામલાઓનો ઉકેલ લાવવા માટે કેટલા ઉપાય કરવામાં આવે છે. અમે કડક કાર્યવાહી કરી રહ્યાં છે, પરંતુ એ નથી જોઇ શકતા કે, લોકો રૂમમાં શું કરી રહ્યાં છે. અમે લોકો પર સર્વેલન્સ ન રાખી શક્યે.
First published: September 18, 2015, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading