નેટ પ્રેક્ટિસ કરી રહેલ ટીમ ઈન્ડિયા સામે અચાનક આવી ગયો આ સ્પિનર, ખેલાડીઓ આશ્ચર્યચકિત

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 22, 2017, 4:15 PM IST
નેટ પ્રેક્ટિસ કરી રહેલ ટીમ ઈન્ડિયા સામે અચાનક આવી ગયો આ સ્પિનર, ખેલાડીઓ આશ્ચર્યચકિત

  • Share this:
શ્રીલંકાને પહેલી ટી-20 મેચમાં 93 રનોથી માત આપી ચૂકેલ ટીમ ઈન્ડિયાની નજર હવે સીરીઝ જીતવા પર છે. રનોના હિસાબથી ભારતની આ સૌથી મોટી જીત હતી. બીજી મેચ આજે (22 ડિસેમ્બર) ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ દરમિયાન ખુબ જ પરસેવો પાડ્યો, પરંતુ બધા ખેલાડીઓ તે સમયે હેરાન રહી ગયા, જ્યારે પ્રેક્ટિસ દરમિયાન રેગ્યુલર બોલર્સની જગ્યાએ લેફ્ટઆર્મ બોલર બોલિંગ કરવા નેટ્સ પર આવી ગયા હતો. આ બીજુ કોઈ નહી પરંતુ ટીમ ઈન્ડિયાના કોચ રવિશાસ્ત્રી હતા. બીજી ટી-20 મેચથી પહેલા 55 વર્ષિય શાસ્ત્રીને નેટ્સ પર બોલિંગ કરવા ઉતરતા બધા જ આશ્રર્યમાં રહી ગયા હતા. 145-150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવનાર રઘુના મોનીટરમાં શાસ્ત્રીએ બોલિંક કરી હતી. શાસ્ત્રીએ આની એક ટ્વિટ પોસ્ટ પણ કરી છે.

ઉલ્લેખનિય છે કે, પહેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માનો બલ્લો ચાલ્યો નહતો. પરંતુ તેને સલામી જોડીદાર લોકેશ રાહુલે શાનદાર અર્ધશતકિય ઈનિંગ રમી હતી. તે ઉપરાંત અંતમાં મહેન્દ્રસિંહ ધોની અને યુવા બેટ્સમેન મનીષ પાંડેએ ફાસ્ટ રન બનાવીને ટીમ ઈન્ડિયાને 180 રનનો સ્કોર બનાવી આપ્યો હતો. બોલિંગમાં શ્રીલંકન ટીમ એકવાર ફરીથી યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની ફિરકીમાં ફસાઈ ગઈ હતી. એકવાર ફરીથી ભારતીય બોલિંગનો દારોમદાર આ બંને યુવા બોલરો પર જ છે. તે ઉપરાંત જસપ્રિત બૂમરાહ પર પણ ટીમ ઈન્ડિયાને આશા બંધાયેલી રહેશે.

શ્રીલંકા માટે કરો યા મરોનો મુકાબલો છે. જીતની જવાબદારી ઉપુલ થરંગા અને એન્જેલો મેથૂયઝ પર હશે. ટીમમાં આ બંનેથી વધારે અનુભવી કોઈ નથી. બોલિંગમાં મેથ્યૂઝ ઉપરાંત સુરંગા લકમલ ભારત માટે મોટી મુશ્કેલી બની શકે છે.

First published: December 22, 2017, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading