રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચિંગ માટે રૂ.7 કરોડ અપાય એવી સંભાવના
રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચિંગ માટે રૂ.7 કરોડ અપાય એવી સંભાવના
ટીમ ઇન્ડિયાની કોચ માટેની શોધ હવે પુરી થતી દેખાઇ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, વર્તમાન વચગાળાના કોચ રવિ શાસ્ત્રીને જ ટીમ ઇન્ડિયાના કોચ બનાવાય એવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકેની જવાબદારી સોંપાય એમ છે. વધુમાં આ કામ માટે રવિ શાસ્ત્રીને રૂ.7 કરોડ આપવામાં આવે એવી પણ સંભાવના છે.

નવી દિલ્હી # ટીમ ઇન્ડિયાની કોચ માટેની શોધ હવે પુરી થતી દેખાઇ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, વર્તમાન વચગાળાના કોચ રવિ શાસ્ત્રીને જ ટીમ ઇન્ડિયાના કોચ બનાવાય એવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકેની જવાબદારી સોંપાય એમ છે. વધુમાં આ કામ માટે રવિ શાસ્ત્રીને રૂ.7 કરોડ આપવામાં આવે એવી પણ સંભાવના છે.
રવિ શાસ્ત્રી હાલ બાંગ્લાદેશ પ્રવાસે ટીમ ઇન્ડિયા સાથએ વચગાળાના કોચ તરીકે છે. જોકે કોચ તરીકેની જાહેરાત બાંગ્લાદેશ પ્રવાસના અંતિમ દિવસોમાં કરવામાં આવે એવી શક્યતા છે. રવિ શાસ્ત્રીને જો રૂ.7 કરોડ આપવામાં આવે તો તે વિશ્વનું કોચનું સૌથી વધુ મહેનતાણું હશે. આ સાથે રવિ શાસ્ત્રી વિશ્વનો સૌથી મોંઘા કોચ બનશે.
વર્ષ 2000 બાદ ટીમ ઇન્ડિયામાં વિદેશી કોચની જ નિમણૂક કરાઇ છે. જો આમ થાય તો શાસ્ત્રી છેલ્લા દોઢ દાયકાના પહેલા ભારતીય કોચ હશે.
અહીં નોંધનિય છે કે, ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર બન્યા પહેલા રવિ શાસ્ત્રીને બીસીસીઆઇ કોમેન્ટટેર પેનલના સભ્ય તરીકે વાર્ષિક રૂ.4 કરોડ મહેનતાણું આપવામાં આવતું હતું. જોકે ડિરેક્ટર બન્યા બાદ મહેનતાણું રૂ.6 કરોડ કરાયું હતું. હવે રૂ.7 કરોડ પેકેજની વાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર