રણજી ટ્રોફી : ઋષભ પંતે તોડ્યો સચિન તેંડૂલકરનો 23 વર્ષ જુનો રેકોર્ડ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 29, 2017, 7:36 PM IST
રણજી ટ્રોફી : ઋષભ પંતે તોડ્યો સચિન તેંડૂલકરનો 23 વર્ષ જુનો રેકોર્ડ

  • Share this:
રણજી ટ્રોફી-2017માં દિલ્હી અને વિદર્ભ વચ્ચે ફાઈનલ મચે રમાઈ રહી છે, જેમાં દિલ્હી તરફથી રમનાર ઋષભ પંતે સચિન તેડૂલકરનો 23 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ઋષભ રણજીમાં સૌથી નાની ઉમરમાં કેપ્ટન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડૂલકરના નામે હતો. વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડૂલકર 1995માં માત્ર 21 વર્ષ અને 337 દિવસની ઉમરમાં મુંબઈ માટે કેપ્ટનસી કરી હતી. જ્યારે ઋષભ પંતે 20 વર્ષ અને 86 દિવસમાં જ આ સિદ્ધિ મેળવી લીધી છે.

જણાવી દઈએ કે, ઋષભ પંતે અંડર-12 ટૂર્નામેન્ટમાં 3 શાનદાર શતક ફટકારીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ તરત જ તેમને દિલ્હી કેંટની એરફોર્સ સ્કૂલમાં એડમિશન મળી ગયું, ત્યારથી જ પંતની કારકિર્દી ટોપ ગેયરમાં ચાલી રહી છે. અંડર-19 વર્લ્ડકપ 2016માં નેપાલ વિરૂદ્ધ 18 બોલમાં અર્ધશતક ફટકારીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

આ ટૂર્નામેન્ટમાં પંતે નામીબિયા વિરૂદ્ધ શતક ફટકારીને ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચાડી હતી. તે દિવસે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી ડેયરડેવિલ્સે 1.9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. ખુબ જ આક્રમક બેટિંગ માટે ફેમસ થયેલા પંતે 2016-2017 ક્રિકેટ સત્રમાં ઝારખંડ વિરૂદ્ધ 48 બોલમાં શતક ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતા. પંતે રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ ત્રેવડી સદી પણ ફટકારી હતી.

 
First published: December 29, 2017, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading