બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડકપની 11મી મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વરસાદના લીધે હજી ટોસ થયો નથી. વર્લ્ડકપમાં પાકિસ્તાન શ્રીલંકા સામે ક્યારેય હાર્યું નથી અને 7માંથી 7 મેચ જીત્યું છે. તે ઉપરાંત પાક. લંકા સામે રમેલી છેલ્લી 5માંથી 5 વનડે પણ જીત્યું છે અને ઇંગ્લેન્ડ સામેની જીત પછી તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે. ફોર્મ અને હિસ્ટ્રી બંનેના આધારે પાકિસ્તાન ફેવરિટ તરીકે આ મેચમાં ઉતરશે.
કહેવાય છે કે સ્પોર્ટ્સમાં તમારી પાસે હંમેશા તક હોય છે. જ્યાં એક બાજુ આજે વરસાદ પડવાની 90% સંભાવના છે, તો ત્યાં જ લંકા પાસે મલિંગા અને લકમલ જેવા બોલર્સ થકી મેચમાં બની રહેવાનો ચાન્સ છે. આવા વાતાવરણમાં લંકાની બોલિંગ કંઈક અંશે પાકિસ્તાનની સરખામણીએ આપોઆપ પહોંચી જાય છે. જો તેમના બેટ્સમેન અફઘાનિસ્તાન સામે જે રીતે ભેટમાં વિકેટ આપીને પેવેલિયન ભેગા થયા હતાં, તેમ જ થશે તો અઘરું પડશે.
— Cricket World Cup (@cricketworldcup) June 7, 2019
અફઘાનિસ્તાનની ટીમમાં અનુભવની કમી હોવાથી તે 187 રનનો લક્ષ્ય ચેઝ કરી શક્ય ન હતા. પાકિસ્તાન તેમના જેવી ભૂલ નહીં કરે. વર્લ્ડકપ રમતી તમામ ટીમોના છેલ્લા 12 મહિનામાં નંબર 4 થી 7ની બેટિંગ એવરેજ જોવામાં આવે તો લંકાની 26.94 પર વિકેટની એવરેજ સૌથી ઓછી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર