Home /News /cricket /IPL 2019: આંકડા બતાવી રહ્યા છે હકીકત, ધોની વગર ચેન્નાઈ એટલે પાણી વગર માછલી

IPL 2019: આંકડા બતાવી રહ્યા છે હકીકત, ધોની વગર ચેન્નાઈ એટલે પાણી વગર માછલી

આંકડા બતાવી રહ્યા છે હકીકત, ધોની વગર ચેન્નાઈ એટલે પાણી વગર માછલી

ચેન્નાઈ સુપરકિંગ્સ ભલે આઈપીએલના પહેલા ક્વોલિફાયરમાં હારી ગઈ હોય પણ હજુ તેની સફર ખતમ થઈ નથી

ચેન્નાઈ સુપરકિંગ્સ ભલે આઈપીએલના પહેલા ક્વોલિફાયરમાં હારી ગઈ હોય પણ હજુ તેની સફર ખતમ થઈ નથી. બીજી ક્વોલિફાયરમાં ટીમ માટે જરુરી છે કે ટીમના બેટ્સમેનો પોતાની બેટિંગમાં સુધારો કરે. આ સિઝનની વાત કરવામાં આવે તો ચેન્નાઈ માટે આ વખતે સૌથી સફળ બેટ્સમેન એમએસ ધોની રહ્યો છે. ધોની કેપ્ટનશિપ અને વિકેટકીપિંગ સાથે બેટિંગમાં પણ ટીમ માટે નંબર વન છે.

આંકડા જણાવે છે કે આ સિઝનમાં ધોનીનો મતલબ ચેન્નાઈ અને ચેન્નાઈનો મતબલ ધોની બન્યું છે. સીએસકે તરફથી સૌથી વધારે સ્ટ્રાઇક રેટ (138.1) સાથે રન બનાવનાર બેટ્સમેન ધોની છે. જેણે સૌથી વધારે 405 રન બનાવ્યા છે. ધોની ટીમ તરફથી સૌથી વધારે અડધી સદી (3) અને સૌથી વધારે સિક્સર (24) ફટકારવામાં પણ નંબર વન છે.

આ પણ વાંચો - આ અભિનેત્રીએ કહ્યું - ધોની બચીને રહેજે, ઝીવાને કરી શકું છું કિડનેપ

મુંબઈ સામે ચેન્નાઈના ટોપના બેટ્સમેનો ફ્લોપ જતા ધોની અને રાયડુએ બાજી સંભાળી હતી. બંનેએ 66 રનની ભાગીદારી કરી 131નો સ્કોર બનાવ્યો હતો. આ વખતે ચેન્નાઈની ટીમ બે વખત ધોની વગર મેદાનમાં ઉતરી હતી અને બંને મેચમાં ટીમનો પરાજય થયો હતો. જો ટીમે ફાઇનલમાં સ્થાન મેળવવું હશે તો અન્ય બેટ્સમેનોએ શાનદાર દેખાવ કરવો પડશે.

ધોની ટીમનો અસલી લીડર છે, જેની પાસેથી ખેલાડીઓએ પ્રેરણા લેવાની જરુર છે. થાલાનો મતલબ લીડર થાય છે અને આ શબ્દનું સૌથી મોટું ઉદાહરણ તે પોતે છે. ધોનીને થાલા એ માટે કહેવામાં આવે છે કે કારણ કે તે એક એવી ટીમનું નેતૃત્વ કરે છે જે કાગળ ઉપર વધારે મજબૂત નથી પણ મેદાનમાં આવતા જ આ ટીમ કોઈપણ મજબૂત વિરોધીને પછાડે છે. આ ધોનીની કેપ્ટનશિપનો જ જાદુ છે તે ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે.
First published:

Tags: Chennai super kings, Ipl 2019, Ms dhoni

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો