ધોનીનો મોટો ખુલાસો: કહ્યું 2007માં કેમ તેમને સોંપવામાં આવી કેપ્ટનસી

Margi | News18 Gujarati
Updated: November 17, 2017, 6:22 PM IST
ધોનીનો મોટો ખુલાસો: કહ્યું 2007માં કેમ તેમને સોંપવામાં આવી કેપ્ટનસી
જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનસી સોંપવામાં આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયા ખુબ જ ખરાબ સમયમાંથી પ્રસાર થઈ રહી હતી. 2007નાં વિશ્વકપ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું હતું.

જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનસી સોંપવામાં આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયા ખુબ જ ખરાબ સમયમાંથી પ્રસાર થઈ રહી હતી. 2007નાં વિશ્વકપ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું હતું.

  • Share this:
જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનસી સોંપવામાં આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયા ખુબ જ ખરાબ સમયમાંથી પ્રસાર થઈ રહી હતી. 2007નાં વિશ્વકપ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું હતું. ટીમ વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજ માંથી જ બહાર થઈ ગઈ હતી. સીનિયર ખેલાડીનાં રોલ પર પ્રશ્ન ઉભા થવા લાગ્યા હતા. આ વચ્ચે સિલેક્ટર્સે મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનસી સોપી દીધી હતી. માહીને 2007 વર્લ્ડ ટી-20 માટે યુવા ટીમ આપવામાં આવી અને ત્યાર બાદ એક ઈતિહાસ રચાઈ ગયો હતો. દસ વર્ષ બાદ ધોનીએ અંતે 26 વર્ષની ઉમરમાં તેમને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યા તેનું કારણ જણાવ્યું હતું. રસપ્રદ વાત તે છે કે, સિલેક્ટર્સે જે મીટિંગમાં કેપ્ટનસી સોંપવાનો નિર્ણય થયો ધોની તે મીટિંગનો ભાગ પણ રહ્યો નહતો.

તમને જણાવી દઈએ કે, 2007માં યુવરાજસિંહ, હરભજનસિંહ અને વીરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરી હોવા છતાં ધોનીને ટીમની કેપ્ટનસી સોંપવામાં આવી હતી. ધોનીની કેપ્ટનસીમાં ભારતીય ટીમે 2007નું ટી-20 વર્લ્ડકપ પોતાના નામે કર્યું હતું. વર્લ્ડકપ બાદ ધોનીની કેપ્ટનસીના પેટભરીને વખાણ થવા લાગ્યા હતા અને ત્યાર બાદ તેમને પાછળ વળીને જોયું નથી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીએ તે વાતનો ખુલાસો કર્યો છે કે વર્ષ 2007માં તેમને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કેમ બનાવાવમાં આવ્યો હતો. ધોનીનું કહેવું છે કે, સીનિયર ખેલાડીઓએ તેમને સાથ આપ્યો હતો, તે ઉપરાંત ક્રિકેટને લઈને તેમની જાણકારી અને તેમના કૂલ સ્વભાવે તેમને સર્વશ્રેષ્ઠ કેપ્ટનની લિસ્ટમાં નાંખી દીધા હતા.

ધોનીને પૂછવાવામાં આવ્યું હતું કે, 10 વર્ષ પહેલા તેમને ટીમની કેપ્ટનસી કેવી રીતે મળી હતી. તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, 'એકવાર ફરી આ મુશ્કેલ જવાબ છે, કેમ કે તે સમયે ઘણા સીનિયર ખેલાડીઓએ મને સાથ આપ્યો હતો. જ્યારે મને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તે મીટિંગમાં હું હાજર પણ નહતો. મને લાગે છે કે, મારી ઈમાનદારી અને રમત પ્રતિ મારી જાણકારીને લઈને મને ટીમ ઈન્ડિયાની કેપ્ટનસી મળી. રમતને જાણવી ખુબ જ જરૂરી છે. જોકે, તે સમયે ટીમમાં હું એકમાત્ર યુવા ખેલાડી હતો અને જ્યારે એક સીનિયર ખેલાડીએ મારી સલાહ માંગી તો મે ખુલીને સલાહ આપી. કદાચ તે પણ કારણ રહ્યો હોય કે, ટીમના બાકી ખેલાડીઓ સાથે મારા સંબંધ સારા હતા.'

 
First published: November 17, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading