ધોની ઇચ્છતો ન હતો કે વિરાટ કોહલી ભારત તરફથી રમે, પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: April 3, 2020, 4:04 PM IST
ધોની ઇચ્છતો ન હતો કે વિરાટ કોહલી ભારત તરફથી રમે, પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
ધોની અને કોહલીની તસવીર

પૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરે ધોની અને વિરાટ કોહલીના સંબધોને લઈને મહત્વનો ખુલાસો કર્યો

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)ના પૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરે (Dilip Vengsarkar) મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) અને ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) સંબધોને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે. ક્રિકેટ્રેકરના રિપોર્ટ પ્રમાણે દિલીપ વેંગસરકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ધોની ઇચ્છતો ન હતો કે વિરાટ કોહલી ભારત માટે ક્રિકેટ રમે.

63 વર્ષના પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે આ 2008ની વાત છે જ્યારે પસંદગીકાર અંડર 23 ટીમના ખેલાડીઓને પસંદ કરવા પર સહમત થયા હતા. ત્યારે ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી પસંદગીકારોએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પસંદગી કરી હતી. ત્યારે ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો હતો. ત્યારે કોચ ગેરી કર્સ્ટન અને અને કેપ્ટન ધોનીએ કહ્યું હતું કે અમે વિરાટને રમતા જોયો નથી. જેથી અમે તેને રમાડી શકીએ નહીં. અમે જૂની ટીમ સાથે ઉતરીશું.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે મેં ધોની અને ગેરીને કહ્યું હતું કે તમે તેને રમતા જોયો નથી પણ મેં જોયો છે, આપણે આ છોકરાને લેવો જોઈએ. મને લાગતું હતું કે કોહલીનો શ્રીલંકા સામે જવાનો તે યોગ્ય સમય હતો પણ ધોની અને ગેરીએ મારા નિર્ણય પર સહમતિ વ્યક્તિ કરી ન હતી. તે બંનેએ વિરાટને રમતો જોયો ન હતો.

વેંગસરકરના મતે ધોની અને એન શ્રીનિવાસને ત્યારે બદ્રીનાથનું સમર્થન કર્યું હતું. જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર રમત બતાવી હતી. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન ત્યારે કોહલીને ટીમમાં સમાવેશ કરવાના મારા નિર્ણયથી ખુશ ન હતા કારણ કે તેમનું માનવું હતું કે બદ્રીનાથને તક આપવી જોઈએ.
First published: April 3, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading