Home /News /cricket /IND vs PAK: કોહલી અને હાર્દિકે મોહમ્મદ નવાઝનું ભૂત ઉતાર્યું, અક્ષર પટેલનો બદલો લીધો
IND vs PAK: કોહલી અને હાર્દિકે મોહમ્મદ નવાઝનું ભૂત ઉતાર્યું, અક્ષર પટેલનો બદલો લીધો
ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું.
IND vs PAK: પાકિસ્તાન સામેની મેચમાં ભારતના બેટર્સ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ તેમની બેટિંગથી પાકિસ્તાની સ્પિન બોલર્સને પરસેવો પડાવી દીધો હતો. ખાસ કરીને મોહમ્મદ નવાઝને આ બંને બેટર્સે નિશાન બનાવ્યો હતો અને તેની એક ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને 20 રન બનાવ્યા હતા.
મેલબોર્નઃ ICC T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન તરફથી 160 રનનો પડકારજનક ટાર્ગેટ મળ્યો હતો. શરૂઆતમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખાસ સારી રહી નહોતી. પાવરપ્લેના અંત સુધીમાં પાકિસ્તાની બોલર્સે ચાર વિકેટ ઝડપી લીધી હતી. જો કે, આ પછી હાર્દિક પંડ્યા સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો હતો અને સ્પિન બોલર્સનો વારો લઈ લીધો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો મોહમ્મદ નવાઝ કોહલી અને પંડ્યાનો શિકાર બન્યો હતો.
મિડવિકેટના પહેલા બોલ પર સિક્સર
ઈનિંગની 12મી ઓવરમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ઓવર મોટી કરવાનો નિર્ણય કર્યો અને હાર્દિક પંડ્યાએ તેની શરૂઆત કરી. ઇનિંગ્સની 12મી ઓવરમાં આવેલા નવાઝે ડીપ મિડવિકેટના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને શરૂઆત કરી હતી.
આ પછી પંડ્યાએ બીજા બોલ પર રન લઈને કોહલીને સ્ટ્રાઈક આપી. આ ઓવરના ત્રીજા બોલ પર કોહલી સ્કોર કરી શક્યો ન હતો, પરંતુ ચોથા બોલ પર તેણે આગળ વધીને બોલને સિક્સ મારી લોંગ ઓન તરફ મોકલી દીધો હતો. આ પછી કોહલીએ પાંચમા બોલ પર પંડ્યાને સ્ટ્રાઇક આપી હતી. હવે ઓવરના છેલ્લા બોલનો વારો હતો, જેના પર હાર્દિકે લોંગ ઓન પર સિક્સર ફટકારી ઓવરમાં 20 રન કર્યા હતા. આ રીતે નવાઝની આ ઓવર ભારતીય ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપીને ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાના બેટર્સે અક્ષર પટેલની ઓવરમાં પાકિસ્તાની બેટર્સે લીધેલા 21 રનનો બદલો લીધો હતો.
ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ
પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલ ફરી એકવાર નિરાશ થયો હતો. ત્યારે કેપ્ટન રોહિત શર્મા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ સિવાય સૂર્યકુમાર યાદવે આવતાંની સાથે જ ફોર સાથે ડેબ્યૂ કર્યું હતુ, પરંતુ કમનસીબે તે પણ પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ડાબોડી બેટ્સમેન પટેલ પણ સિંગલ ચોરી કરવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર