પૈસા વસૂલ મેચ: સુપર ઑવરમાં મેચ ટાઈ થઈ, પછી આવી રીતે વિજેતા નક્કી થયા

સુપર ઑવરમાં પિયૂશ ચાવલાએ ગુજરાત વતી શાનદાર બૉલિંગ કરી રાજસ્થાનને જીતવા દીધું નહોતું

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચ સુપર ઑવરમાં પણ ટાઈ થઈ હતી, ત્યારબાદ સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ગુજરાતને વિજેતા જાહેર કરાયું

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: T-20ની મેચમાં મુકાબલાઓ મોટાભાગે રોચક સાબિત થતા હોય છે .આવો જ એક રોચક મુકાબલ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં થયો હતો. આમેચમાં સુપર ઑવર પણ ટાઇ થઈ હતી ત્યારબાદ વિજેતા ટીમ નક્કી કરવા માટે અનોખો નિર્ણય કરવામાં આવ્યો હતો.

  આ રોચક મેચની વિગત એવી છે કે સુરતમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી અને 20 ઑવરમાં સાત વિકેટના નુકસાને 143 રન બનાવ્યા હતા. રાજસ્થાનના સ્કોરનો પીછો કરતા ગુજરાતે 20 ઑવરમાં સાત વિકેટના નુકસાને જ 143 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ બંને ટીમે એક એક સુપર ઑવર રમી હતી. જોકે, અહીંયા સુપર ઑવર પણ ટાઈ થતા અમ્પાયરે એક નવો નિયમ અપનાવ્યો હતો.સુપર ઑવરમાં રાજસ્થાના બૉલર્સના કારણે ગુજરાત 4 રન નોંધાવી શક્યુ હતું. આ વખતે એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાન સરળતાથી જીતી જશે. જોકે, ગુજરાત વતી પિયૂશ ચાવલાએ શાનદાર બૉલિંગ કરી જેના લીધે સુપર ઑવરની મેચ ટાઈ થઈ હતી. ચાવલાએ આ ઑવરમાં બે વિકેટ પણ લીધી હતી.

  આ ઑવર બાદ અમ્પાયરે નક્કી કર્યુ હતું કે સૌથી વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટીમને વિજેતા જાહેર કરાશે. ગુજરાતે આ મેચમાં 16 બાઉન્ડ્રી મારી હતી જ્યારે રાજસ્થાને 13 બાઉન્ડ્રી મારી હતી તેથી રાજસ્થાનને વિજેતા જાહેર કરાયું હતું.
  Published by:Jay Mishra
  First published: