Home /News /cricket /

IPL 2019 : દિલ્હી સામે ચેન્નઇની 6 વિકેટે જીત, ધોની 32 રને અણનમ

IPL 2019 : દિલ્હી સામે ચેન્નઇની 6 વિકેટે જીત, ધોની 32 રને અણનમ

    ઇન્ડિયન પ્રીમિયર લીગ-12ની પાંચમી મેચમાં દિલ્હી સામે ચેન્નઇ સુપર કિંગ્સનો 6 વિકેટે વિજય થયો છે.  ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાઇ, જેમાં દિલ્હીના કેપ્ટન રિશભ પંતે ટોસ જીતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીનો સ્કોર  6 વિકેટ ગુમાવી 20 ઓવરમાં 146 રન થયો છે.

    148 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 19.4 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા. ચેન્નઇ તરફથી સેન વોટ્સન (44) અને ધોનીએ અણનમ (32) રન બનાવ્યા હતા. શેન વોટ્સન અમિત મિશ્રાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે 26 બોલમાં 44 રન કર્યા હતા.ત્યારબાદ સુરેશ રૈના પણ 30 રન બનાવી આઉટ થયો હતો.

    શિખર ધવન 47 બોલમાં 51 રન કરીને આઉટ થયો હતો. તે બ્રાવોની બોલિંગમાં દીપ-મીડવિકેટ ઉપર ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલા ઋષભ પંત પણ બ્રાવોની બોલિંગમાં ડીપ- સ્ક્વેર લેગ ઉપર શાર્દુલ ઠાકુરને કેચ આપી બેઠો હતો. તેણે 13 બોલમાં 25 રન કર્યા હતા.

    દિલ્હીની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ અમિત મિશ્રાને સ્થાન આપ્યું છે.  તો ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

    આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાના પહેલી મેચમાં જીત મેળવી ચૂકી છે. દિલ્હીએ મુંબઇ અને ચેન્નઇએ બેંગ્લોરને હરાવીને 2-2 પોઇન્ટ્સ મેળવ્યા છે. જો કે નેટ રનરેટના આધાર પર દિલ્હી પોઇન્ટ ટેબલ પહેલા અને ચેન્નઇ બીજા નંબર પર છે. દિલ્હીનો નેટ રનરેટ +1.850 અને ચેન્નઇનો +0.519 છે.

    આ મેદાન પર દિલ્હી આઇપીએલની 67 મેચ રમ્યું છે. તેમાં 29માં જીત મળી છે, જો કે 36માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ રદ થઈ છે. ચેન્નઇ આ મેદાન પર અત્યાર સુધી આઠ મેચ રમ્યું છે. તેમાંથી 5ને જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે 3માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ Trailer Out: લાલ બહાદુર શાસ્ત્રીનાં મોત પર બની 'ધ તાશકંત ફાઇલ્સ', જુઓ VIDEO

    આઇપીએલમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ અને કેપ્ટન શ્રેયસ ઐયરની ટીમ દિલ્હી કેપિટલ્સની વચ્ચે અત્યાર સુઘી 18 વખત મેચ રમાઈ ચૂકી છે. તેમાં ચેન્નઇ 12 અને દિલ્હીની ટીમ 6 વખત મેચ જીતવામાં સફળ રહી હતી. આ બંને વચ્ચે છેલ્લી પાંચ મેચમાં ચેન્નઇએ 3 અને દિલ્હીએ 2 જીત મેળવી છે.

    કોટલા પર દિલ્હી અને ચેન્નઇ વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે. તેમાંથી દિલ્હીએ 4, જ્યારે ચેન્નઇએ 2 મેચ જીતી છે. કોટલા પર દિલ્લીનો હાઇએસ્ટ સ્કોર 187 અને ચેન્નઇનો 190 રન છે. ચેન્નઇએ આ મેદાન પર 10 એપ્રિલ 2012માં ન્યૂનતમ સ્કોર 110/8 કર્યો હતો. દિલ્હીએ 18 એપ્રિલ 2013ના રોજ ચેન્નઇ સુપરકિંગ્સની સામે 83/10 સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ચેન્નઇએ 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ચેન્નઇના મોહિત શર્માએ 3 ઓવરમાં 10 રન કરીને 3 વિકેટ લીધી હતી. ત્યાં જ ચેન્નઇના માઇક હસીએ 50 બોલ પર 6 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 65 રનની ઇનિંગ રમી હતી.

    ફિરોઝશાહ કોટલા પર યોજાયેલી છેલ્લી 5 મેચમાંથી દિલ્હીની ટીમ 3માં જીત મેળવવામાં સફળ રહી છે. દિલ્હીના કોટલા પર પોતાની છેલ્લી મેચ ગયા વર્ષે 20 મે અને મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમવામાં આવી હતી, જેમાં મુંબઇને 11 રનથી હરાવામાં દિલ્હીની ટીમ સફળ રહી હતી. તે મેચમાં દિલ્હીના અમિત મિશ્રાએ 19 રન લઇને 3 વિકેટ લીધી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: CSK, Ipl 2019, Live score, Ms dhoni, Rishabh pant, સમાચાર, સ્પોર્ટસ

    આગામી સમાચાર