વાનખેડે ટી-20માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને પાંચ વિકેટે હરાવીને ત્રણ ટી-20 મેચોની સિરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો. આમ ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતીને દેશવાસીઓને ક્રિસમેસની શાનદાર ગિફ્ટ આપી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ખેલાડીઓએ ઘણીબધી મસ્તી પણ કરી હતી.
એવોર્ડ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના બધા જ ખેલાડીઓએ સેન્ટા ક્લોઝની ટોપી પહેરીને ચેમ્પિયન બન્યા તેની તસવીર પડાવી હતી. તે ઉપરાંત હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીએ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સેલ્ફીઓ પણ લીધી હતી. તે ઉપરાંત બધા ખેલાડીઓએ એકબીજાને ક્રિસમસના અભિનંદન પણ પાઠવ્યા હતા.
ધોનીએ મેચ જીતાડ્યા બાદ એવોર્ડ સેરેમનીમાં સાન્તાની ટોપી પહેરીને ખુબ જ મસ્તી કરી હતી. તે ઉપરાંત ચાઈનામેન બોલર કૂલદીપ યાદવ પણ ધોનીએ પહેરેલી ટોપીને ગાંઠ બાંધતો નજરે પડ્યો હતો. આમ હાર્દિક પંડ્યા સહિત બધા ખેલાડીઓએ મજાક-મસ્તી કરી હતી.
હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીએ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સેલ્ફીઓ પણ લીધી હતી.
દુનિયાના વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક ક્રિસ ગેલ પણ ક્રિસમસની ઉજવણી કરતો નજરે પડ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ટર્બનેટર હરભજન સિંહ પણ ક્રિસમસના તહેવારે અલગ રૂપમાં નજરે પડ્યો હતો. ભજ્જીએ સંપૂર્ણ રીતે સેન્ટા ક્લોઝનો રૂપ ધારણ કરીને પોતાના પ્રસંશકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી.
પોતાના ખાસ અંદાજ માટે મશહૂર વીરેન્દ્ર સહેવાગ પણ ક્રિસમસ પર સેન્ટા ક્લોઝના ડ્રેસમાં નજરે પડ્યો હતો. તેમને પોતાના પ્રશંસકોને અલગ જ અંદાજમાં શુભેચ્છા પાછવતા કહ્યું કે, "મેરી ક્રિસમસ, તેરી ક્રિસમસ, સબ કી ક્રિસમસ!"
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવન સ્મિથ પોતાની પાર્ટનર સાથે ક્રિસમસના તહેવાર પર કંઈક આવા અંદાજમાં નજરે પડ્યો હતો.
ઈંગ્લેન્ડનો સ્ટાઈલિશ બેટ્સમેન કેવિન પીટરસન પણ ક્રિસમસના આ તહેવારમાં અલગ અંદાજમાં નજરે પડ્યો હતો.
એવોર્ડ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના બધા જ ખેલાડીઓએ સેન્ટા ક્લોઝની ટોપી પહેરીને ચેમ્પિયન બન્યા તેની તસવીર પડાવી હતી. તે ઉપરાંત હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીએ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સેલ્ફીઓ પણ લીધી હતી. તે ઉપરાંત બધા ખેલાડીઓએ એકબીજાને ક્રિસમસના અભિનંદન પણ પાઠવ્યા હતા.
ધોનીએ મેચ જીતાડ્યા બાદ એવોર્ડ સેરેમનીમાં સાન્તાની ટોપી પહેરીને ખુબ જ મસ્તી કરી હતી. તે ઉપરાંત ચાઈનામેન બોલર કૂલદીપ યાદવ પણ ધોનીએ પહેરેલી ટોપીને ગાંઠ બાંધતો નજરે પડ્યો હતો. આમ હાર્દિક પંડ્યા સહિત બધા ખેલાડીઓએ મજાક-મસ્તી કરી હતી.
હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીએ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સેલ્ફીઓ પણ લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર