AUSvsWI: વેસ્ટ ઇન્ડિઝ ટીમ 289 રન કરી શક્યું, ઓસ્ટ્રેલિયાનો 17 રને વિજય

News18 Gujarati
Updated: June 6, 2019, 11:20 PM IST
AUSvsWI: વેસ્ટ ઇન્ડિઝ ટીમ 289 રન કરી શક્યું, ઓસ્ટ્રેલિયાનો 17 રને વિજય

  • Share this:
વર્લ્ડકપની 10મી મેચમાં ટ્રેન્ટબ્રિજ ખાતે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી લીધી છે.  289 રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન કર્યા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 1 મેડન સહિત 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી થઇ હતી. કેપ્ટન એરોન ફિંચના રૂપમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી . તેને ઓશેન થોમસના બોલ પર વિકેટકીપર શાઇ હોપે કેચ કર્યો. માત્ર 15 રનમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો લાગ્યો હતો, ત્યારબાદ 32 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો લાગ્યો, ત્યારબાદ માત્ર 50 રનના સ્કોરે જ ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી.

અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપમાં અમ્પાયરે કરી સૌથી મોટી ભૂલ, ગેઇલે ગુમાવી પડી વિકેટ !

 



જો કે સ્મિથ અને કુલ્ટર નાઇલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ બની અને ઓસ્ટ્રેલિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. થે સપ્ટેમ્બર 2017 પછી પહેલી અને કરિયરની 20મી ફિફટી ફટકારી છે. તે પહેલા એલેક્સ કેરી આન્દ્રે રસેલની બોલિંગમાં કીપર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 55 બોલમાં 45 રન કર્યા હતા.

વિન્ડીઝ પાસે શેલ્ડન કોતરેલ, જેસન હોલ્ડર, ઓશેન થોમસ, આન્દ્રે રસેલ જેવા ફાસ્ટ બોલર્સ છે, જે સતત 140+ની ઝડપે બોલિંગ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા પાસે એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથના રૂપમાં મજબૂત ટોપ ઓર્ડર છે. બંને ટીમના આ બે ડિપાર્ટમેન્ટ વચ્ચેનો મુકાબલો મેચને રસપ્રદ બનાવશે અને પરિણામ નક્કી કરશે તેમ જણાય છે.

વર્લ્ડકપમાં વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા 9 વાર એક બીજા સામે ટકરાયા છે. વિન્ડીઝે આ 9માંથી 5 મેચ જીતી છે, જયારે કાંગારું ટીમે 4 મેચ જીતી છે. શું ઓન-પેપર વધારે મજબૂત દેખાતી ઓસ્ટ્રેલિયન ટીમ આજે 5-5ની બરોબરી કરશે કે કેમ તેના ઉપર સૌની નજર રહેશે.
First published: June 6, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading