IND Vs SL : ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયાના 171 રન, શિખર 94 રને આઉટ

Margi | News18 Gujarati
Updated: November 19, 2017, 4:48 PM IST
IND Vs SL : ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયાના 171 રન, શિખર 94 રને આઉટ
શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ચોથા દિવસે 4 વિકેટે 165 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ચાંદીમલ અને ડિકવેલાએ તેમની ટીમને સરસાઈ અપાવી હતી.

શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ચોથા દિવસે 4 વિકેટે 165 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ચાંદીમલ અને ડિકવેલાએ તેમની ટીમને સરસાઈ અપાવી હતી.

  • Share this:
ભારત તરફથી શિખર ધવન અને લોકેશ રાહુલે બીજી ઈનિંગની શરૂઆત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસના અંતે 1 વિકેટના નુકશાને  39.3  ઓવરમાં 171 રન બનાવી લીધા છે.  હાલમાં લોકેશ રાહુલ 73 અને ચેતેશ્વર પૂજારા 02  રને રમતમાં છે. આમ ભારતે 49 રનની સરસાઈ મેળવી લીધી છે.

શિખર ધવન પોતાની સદી ચૂકી ગયો હતો. અર્ધશતક પૂરી કર્યા બાદ શિખરે આક્રમક બેટિંગની શરૂઆત કરી હતી.  શિખર ધવને 11 ફોર અને 2 સિક્સની  મદદથી 94 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

લોકેશ રાહુલ બાદ શિખર ધવને પણ શાનદાર બેટિંગ કરીને પોતાની અર્ધશતક પૂરી કરી લીધી હતી. અર્ધશતક પૂરી કર્યા બાદ શિખર ધવને આક્રમક બેટિંગની શરૂઆત કરી દીધી હતી.

લોકેશ રાહુલે  ટેસ્ટની 9મી ઈનિંગમાં પોતાની 8મી અર્ધશતક ફટકારી હતી.  આમ લોકેશ રાહુલે ટેસ્ટમાં ટોટલ 10 અર્ધશતક ફટકારી છે. લોકેશ રાહુલે 63 બોલમાં 8 ફોરની મદદથી પોતાની ફિફ્ટી ફટકારી હતી.

શ્રીલંકએ પ્રથમ ટેસ્ટનાં ચોથા દિવસે પોતાની ફસ્ટ ઈનિંગમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.  જેમાં પાછળથી આવેલા રંગના હેરથે શાનદાર બેટિંગ કરતાં અર્ધશતક (67 રન) ફટકારી હતી. આમ રંગના હેરથ, થિરિમા અને મેથ્યૂઝની અર્ધશતકની મદદથી ટીમ ઈન્ડિયા પર 122 રનની લીડ મેળવી લીધી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમારે 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવે 2 વિકેટ મેળવી હતી.શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ચોથા દિવસે 4 વિકેટે 165 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ચાંદીમલ અને ડિકવેલાએ તેમની ટીમને સરસાઈ અપાવી હતી. ડીકવેલાને શમીનો શિકાર બન્યો હતો. લંકાએ તેની પ્રથમ ઈનિંગમાં 83.4  ઓવરમાં 294 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગના આધાર પર શ્રીલંકાએ 122 રનની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા ભારત પ્રથમ ઈનિંગમાં 172 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.  હાલમાં શ્રીલંકા તરફથી રંગના હેરથ 50 અને સુરંગા લકમલ 20 રન બનાવીને રમી રહ્યાં છે.

થિરિમાને-મેથ્યૂઝે ફટકારી અર્ધશતક

લાહિરૂ થિરિમાનેએ 51 રન બનાવ્યા હતા જ્યારે એન્જેલો મેથ્યૂઝે 52 રન બનાવ્યા હતા. થિરિમાને 51 રને ઉમેશ યાદવની ઓવરમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો. શ્રીલંકાને પ્રથમ ફટકો કરૂણારત્નેના રૂપમાં લાગ્યો હતો. કરૂણારત્ને 8 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ત્યારબાદ સમરવીકરમા 23 રને ભૂવનેશ્વરની ઓવરમાં સહાને કેચ આપી બેઠો હતો. ચોથા દિવસે ડિકવેલા શમીની ઓવરમાં આઉટ થયો હતો. તે પછી ભૂવનેશ્વરે સંકારાને આઉટ કર્યો હતો. તે પછી શમીએ કેપ્ટન ચાંદીમલની વિકેટ ઝડપી હતી. તેણે જ દિલરુવાન પરેરાની વિકેટ પણ ઝડપી હતી.

First published: November 19, 2017, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading