ઇંગ્લેન્ડે બીજી T-20 માં પાકિસ્તાન (England vs Pakistan) સામે 45 રને જીત મેળવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી. આ દરમિયાન પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 19.5 ઓવરમાં 200 રન ફટકાર્યા હતા, જયારે પાકિસ્તાનની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડના બંને લેગ સ્પિનરો આદિલ રશીદ (England's two leg-spinners Adil Rashid) 30 રન આપીને 2 વિકેટ ઝડપી અને મેટ પાર્કિન્સને 25 રન આપીને 1વિકેટે ઝડપી હતી. તે પાકિસ્તાનને (Pakistan) હરાવવામાં બંને લેગ સ્પિનર્સને ઓફ સ્પિનર મોઈન અલીનો પણ સારો સાથ મળ્યો હતો. મોઇન અલીએ 3 ઓવરમાં 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ ફાસ્ટ બોલર સાકિબ મહેમૂદે 33 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જોકે, આ મેચનું કેન્દ્ર લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone)ની સિક્સર રહી હતી.
ગત T-20 મેચમાં લિવિંગસ્ટોને ઇંગ્લેન્ડ માટે સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે બીજી મેચમાં પણ લિવિંગસ્ટોને ધમાકેદાર બેટિંગ કરી હતી. લિવિંગસ્ટોને 2 ચોગ્ગા અને 3 જોરદાર છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. તેનો એક છગ્ગો તો 122 મીટર લાંબો હતો અને બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મેચની 16મી ઓવરમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હારિસ રૌફ (Haris Rauf) બોલિંગ કરવા આવ્યો હતો. તેના પહેલા જ બોલ પર લિવિંગસ્ટોને સ્ટ્રેટ લાંબી સિક્સ ફટકારી હતી. જેને લઈને બોલ એમરાલ્ડ સ્ટેડિયમના ત્રીજા માળને કૂદીને રગ્બીના મેદાનમાં પડ્યો હતો.
જોસ બટલરે પણ ધમાકેદાર બેટિંગ કરી આ પહેલા ઓઇન મોર્ગનની જગ્યાએ ઇંગ્લેન્ડની કમાન સંભાળી રહેલા જોસ બટલરે 39 બોલમાં 7 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 59 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ લિયામ લિવિંગસ્ટોને 38 અને મોઇન અલીએ 36 રન બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાન તરફથી મોહમ્મદ હસનૈને 51 રન આપીને 3 વિકેટ લીધી હતી.
Biggest six ever?! @LeedsRhinos, can we have our ball back?
જયારે પાકિસ્તાનનો એક પણ બેટ્સમેન ટીમને સારી શરૂઆત આપવામાં સફળ ન નીવડ્યો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 37 અને શાદાબ ખાને 22 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી ટી-20 મંગળવારે માન્ચેસ્ટર ખાતે રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર