Home /News /cricket /ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ, T-20 બાદ વનડેમાં પણ ભારતે કરી કમાલ, ત્રીજી મેચ જીતી 2-1થી વન ડે શ્રેણી ઉપર કર્યો કબ્જો

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ, T-20 બાદ વનડેમાં પણ ભારતે કરી કમાલ, ત્રીજી મેચ જીતી 2-1થી વન ડે શ્રેણી ઉપર કર્યો કબ્જો

ફાઈલ તસવીર

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને ટી-20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાએ પણ વનડેમાં પણ કમાલ કરી દીધો હતો. ટીમ ઈન્ડિયાએ 2-1થી ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી પોતાના નામે કરી લીધી છે.

પુણેઃ પુણેમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચમાં હોળીના દિવસે ભારતે 7 રનથી વિજય મેળવ્યો હતો. આમ વન ડે શ્રેણી ઉપર 2-1થી કબ્જો મેળવીને ભારતે દેશવાસીઓને હોળીની ગિફ્ટ આપી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીનને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેના પગલે ભારતે પહેલી બેટિંગ લઈને 48.2 ઓવરમાં 329 રન બનાલી ઓસ આઉટ થઈ હતી. આમ ઈંગ્લેન્ડને 330 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, અંગ્રેજોએ 50 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 322 રન બનાવ્યા હતા. આમ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને ટી-20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાએ પણ વનડેમાં પણ કમાલ કરી દીધો હતો. ટીમ ઈન્ડિયાએ 2-1થી ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી પોતાના નામે કરી લીધી છે.

330 રનના લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે શરુઆત સારી ન રહી. ફાસ્ટ બોલર ભુવનેશ્વરે પહેલી ઓવરમાં જ જેસન રોયને 14 રનથી આઉટ કરી દીધો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટોને આઉટ કરવામાં મોટી સફળતા મળી હતી. બેયરસ્ટોએ બીજી વન-ડેમાં શાનદાર 124 રન બનાવ્યા હતા. આ ઉપરાંત પહેલી વનડેમાં 94 રનનો દાવ રમ્યો હતો.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

આ પણ વાંચોઃ-લેડી સિંઘમે' ગોળી મારી કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં વર્ણવી મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન

28 રન ઉપર બે વિકેટ પડ્યા બાદ બેન સ્ટોક 35 રનના સારા શોટ લગાવ્યા હતા. તેમણે એક જીવનદાન પણ મળ્યું હતું. પરંતુ આનો ફાયોદ ઉઠાવી ન શક્યા. સ્ટોક્સને ટી નટરાજનના હાથે આઉટ થયો હતો. ડેવિડ મલાન 50 રન અને લિયામ લિવિંગ્સ્ટોન 36 રને આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લઈને ઈંગ્લેન્ડ ટીમને પાછળ ધકેલી દીધી હતી. મોઈન અલી 29 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સૈમ કરેન 95 રન અને આદિલ રાશિદ 19 રનની ભાગીદારી કરી રમતને પાછી લાવવાની કોશિશ કરી હતી. સેમ કરેને ટીમને જીત નજીક પહોંચીડ દીધી હતી.
" isDesktop="true" id="1083940" >



ઋષભ પંતે કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી
આ પહેલા ઋષભ પંતે 78 અને હાર્દિક પંડ્યાએ 64 રન બનાવીને ટીમ ઈન્ડિયાનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. આ પંતની વનડે કરિયારની સૌથી મોટી ઇનિંગ હતી. શિખર ધનવને પણ 67 રન બનાવીને કૃણાલ પંડ્યાને 25 અને શાર્દુલ ઠાકુરે 30 રન બનાવ્યા હતા. અને આખી ટીમે 48.2 ઓવરમાં 329 રન બનાવ્યા હતા. અને ઓલ આઉટ થી હતી.
First published:

Tags: IndVsEng, ODI, Team india, ક્રિકેટ, સ્પોર્ટસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો