'આ બાળક કોણ છે?' ઋષભ પંતને જોતા જ આ ક્રિકેટરના મોઢામાંથી નીકળી ગયું!

ફાઈલ તસવીર

બીલિંગ્સ દિલ્હી ફ્રેન્ચાઈજીનો ભાગ હતો. તે ઋષભ પંત સાથે એક જ ટીમમાં બે વર્ષ રમ્યા હતા. તે સમયે પંતે કરેલી નેટ પ્રેક્ટિસથી તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ આગામી આઇપીએલ (IPL) ચાલુ વર્ષના ટી-20 વર્લ્ડ કપ માટે ખૂબ સારી રહેશે, તેવું ઇંગ્લેન્ડના વિકેટકીપર (England wicketkeeper) અને બેટ્સમેન સૈમ બીલિંગ્સનું (Batsman Sam Billings) માનવું છે. જોકે, દિલ્હી કેપિટલ્સની ટીમમાં (Delhi Capitals team) ગળાકાપ હરીફાઈ છે. આ ટીમમાં એકથી એક ચડિયાતા ખેલાડીઓ રમશે, જેથી બીલિંગ્સને થોડી જ મેચ રમવા મળશે. ગત મહિને હરાજીમાં 29 વર્ષના બીલિંગ્સને દિલ્હી કેપિટલ્સ દ્વારા 2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

  ત્યારે બિલિંગ્સે ઋષભ પંતના વખાણ કરતો એક કિસ્સો પણ શેર કર્યો છે. આ વાત 2016 -17ની છે, જ્યારે બીલિંગ્સ દિલ્હી ફ્રેન્ચાઈજીનો ભાગ હતો. તે ઋષભ પંત સાથે એક જ ટીમમાં બે વર્ષ રમ્યા હતા. તે સમયે પંતે કરેલી નેટ પ્રેક્ટિસથી તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને દ્રવિડ પાસે જઈને પૂછ્યું હતું કે, નાથન કુલ્ટર, ક્રિસ મોરિસ અને કગીસો રબાડા સામે લાંબા શોટ ફાટકારનાર આ બાળક કોણ છે?

  ESPN ક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તમે દિલ્હીની ટીમ તરફ જુઓ. એકથી એક ચડિયાતા વિદેશી ખેલાડી છે. તમે કોઈ પણ જોડી સાથે શકો છે. અંતિમ 11માં જગ્યા બનાવવા ખરાખરીની હરીફાઈ છે. આ બાબત વિશ્વ કપની તૈયારી સાથે પણ જોડાયેલી છે. જેથી મને તૈયારી માટેનો શ્રેષ્ઠ તક મળશે.

  આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

  આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

  આ પણ વાંચોઃ-ગોંડલઃ કોરોના વેક્સીન વાને દંપતીને કર્યું ખંડીત, અકસ્માતમાં પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

  દિલ્હીની ટીમમાં વિદેશી ખેલાડીઓ મામલે ઘણા વિકલ્પો છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસ રબાડા, એનરીચ નાર્ખીય,ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનીસ અને વેસ્ટઇન્ડિઝમાં આક્રમક બેટ્સમેન શિમરોન હેટમાયર જેવા ધુરંધરો દિલ્હીની ટીમમાં હતા. આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઇંગ્લેન્ડમાં ટોમ કરેન અને સૈમ બીલિંગ્સ જેવા મોટા ગજાના ખેલાડીઓ છે.  બીલિંગ્સ હવે રવિચંન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ સાથે રમવા માટે ઉત્સુક છે. જે બંને બોલરોએ ઇંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું હતું. અશ્વિને 32 અને પટેલે 27 વિકેટ લીધી હતી. આ વર્ષે 9 એપ્રિલે આઇપીએલની પ્રથમ મેચ રમાશે. જેમાં મુંબઇ ઇન્ડિયન અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે.
  Published by:ankit patel
  First published: