Home /News /cricket /

IPL 2021માંથી 30 ખેલાડી બહાર થવાની શક્યતા, આ ટીમોને સૌથી વધુ થઈ શકે છે સમસ્યા

IPL 2021માંથી 30 ખેલાડી બહાર થવાની શક્યતા, આ ટીમોને સૌથી વધુ થઈ શકે છે સમસ્યા

પ્રતિકાત્મક તસવીર

IPL 2021નીફાઈનલ મેચ UAEમાં 10 ઓક્ટોબરના રોજ રમાઈ શકે છે. IPL 2021ની બાકી રહેલ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની IPLમાં રમવાની સંભાવના ખૂબ જ ઓછી છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian cricket board) IPL 2021ની બાકી રહેલ મેચ UAEમાં આયોજિત કરવાની તૈયારી કરી રહ્યું છે. IPL 2021ની બાકી રહેલ મેચની શરૂઆત 19-20 સપ્ટેમ્બરથી થઈ શકે છે અને ફાઈનલ મેચ (IPL final match) UAEમાં 10 ઓક્ટોબરના રોજ રમાઈ શકે છે. IPL 2021ની બાકી રહેલ મેચમાં ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયાના (Austrelia) ખેલાડીઓની IPLમાં રમવાની સંભાવના ખૂબ જ ઓછી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે જણાવ્યું છે કે તેમનો કોઈપણ ખેલાડી IPL 2021ની બાકી રહેલ મેચમાં નહીં રમે.

જાઈલ્સે ESPN ક્રિકઈંફોમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર જણાવ્યું છે કે, ‘અમે અમારા ખેલાડીઓને આરામ કરવા દઈશું, પરંતુ IPLમાં રમવા માટે નહીં. અમે કાર્યક્રમ નક્કી કરી લીધો છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા ખેલાડી T-20 વર્લ્ડ કપ અને એશિઝ માટે તૈયાર રહે.’ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓને T-20 વર્લ્ડ કપ પહેલા 3-4 સીરિઝ રમવાની છે, આ કારણોસર તેમના ખેલાડીઓનું UAE જવાનું મુશ્કેલ છે.

ઓસ્ટ્રેલિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં 5 મેચની T-20 સીરિઝ અને 3 મેચની વન ડે સીરિઝ રમશે. અનેક ખેલાડીઓ બાયોબબલમાં હોવાના કારણે તેઓ વેસ્ટ ઈન્ડિઝ નથી જઈ રહ્યા. આ ખેલાડીઓમાં કમિંસ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સેમ્સ પણ શામેલ છે. માનસિક દબાવમાં આવીને ડેનિયલ સેમ્સે વિંડીઝ જવાથી ઈન્કાર કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે.

IPL 2021માં ઈંગ્લેન્ડના 12 ખેલાડી અને ઓસ્ટ્રેલિયાના 18 ખેલાડી રમી રહ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન ઑયન મૉર્ગન કોલકત્તા નાઈટ રાઈડર્સની કમાન સંભાળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડી IPL નહીં રમે તો દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સને સૌથી વધુ સમસ્યા થઈ શકે છે. રાજસ્થાનની ટીમ બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જોસ બટલર પર નિર્ભર છે.

IPLમાં રમતા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી
ચેન્નઈ સુપર કિંગ્સ: સૈમ કર્રન, મોઈન અલી, જેસન બેહરનડોર્ફ
કોલકત્તા નાઈટ રાઈડર્સ: ઑયન મૉર્ગન, પૈટ કમિંસ, બેન કટિંગ
મુંબઈ ઈંડિયન્સ: ક્રિસ લિન, નાથન કૂલ્ટર નાઈલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ગ્લેન મેક્સવેલ, એડમ જામ્પા, ડેનિયલ ક્રિશ્ચિયન, કેન રિચર્ડસન
પંજાબ કિંગ્સ: ક્રિસ જૉર્ડન, ડેવિડ મલાન, જાય રિચર્ડસન, રાઈલી મેરિડિથ, મોઈજેઝ હેનરિક્સ
દિલ્હી કેપિટલ્સ: સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ, ટૉમ કરેન, સૈમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ
સનરાઈઝર્સ હૈદરાબાદ: ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ
રાજસ્થાન રૉયલ્સ: બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, એંડ્રયૂ ટાઈ, લિયામ લિવિંગસ્ટોન
First published:

Tags: Ipl 2021, ક્રિકેટ, સ્પોર્ટસ

આગામી સમાચાર