LIVE NOW

એબીના વાવાઝોડામાં ઉડ્યું દિલ્હી, આરસીબીની 06 વિકેટે જીત

gujarati.news18.com | April 21, 2018, 11:39 PM IST
facebook Twitter Linkedin
Last Updated April 21, 2018
auto-refresh

Highlights

Load More
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના 11માં 18મો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે થઈ રહ્યો છે. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબે પોતાની ટીમમાં એક ફેરફાર કરતાં મોહિત શર્માની જગ્યાએ અંકિત રાજપૂતને ઈલેવનમાં જગ્યા આપી છે. જ્યારે કોલકાતાએ પોતાની ટીમમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.

આજે જ્યારે ઈડન ગાર્ડનમાં બંને ટીમો ઉતરશે ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ક્રિસ ગેલને રોકવાનો સૌથી મોટો પડકાર રહશે. ક્રિસ ગેલે હૈદરાબાદ સામે 63 બોલમાં 105 રનની અણનમ ઈનિંગ રમીને પંજાબને વધુ એક જીત અપાવી દીધી હતી. પંજાબ અત્યાર સુધીમાં ત્રણ મેચ જીતી ચૂક્યું છે. આજે પંજાબ જીતનો ચોગ્ગો લગાવવાની ઈરાદા સાથે ઉતરશે.

કિંગ્સ ઈલેવન પંજાબ (પ્લેઈંગ ઈલેવન): લોકેશ રાહુલ (વિકેટકિપર), ક્રિસ ગેઇલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, એરોન ફિન્ચ, યુવરાજસિંહ, રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), એન્ડ્રયુ ટાય, બરિન્દર સન, અંકિત રાજપૂત, મુજીબ ઉર રહેમાન

કોલકતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): સુનિલ નારન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન / વિકેટકિપર), આન્દ્રે રસેલ, શુભમન ગિલ, ટોમ કર્રાન, પિયુષ ચાવલા, શિવમ માવિ, કુલદીપ યાદવ