Home /News /cricket /ક્રિકેટનાં કારણે જંગ! કોહલીનાં ફેને કરી નાખી રોહિતનાં ફેનની હત્યા, RCB ની મજાક ઉડાવવાની સજા

ક્રિકેટનાં કારણે જંગ! કોહલીનાં ફેને કરી નાખી રોહિતનાં ફેનની હત્યા, RCB ની મજાક ઉડાવવાની સજા

મેદાનની બહાર કોહલી vs રોહિતનો લોહિયાળ જંગ

Kohli Fan killed Rohit fan: તામિલનાડુમાં દારૂના નશામાં ધૂત બે મિત્રો વચ્ચેની ક્રિકેટની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આ ચર્ચાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે એક મિત્રએ બીજાએ તેના આઇકોનની મજાક ઉડાવવા બદલ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

વધુ જુઓ ...
તામિલનાડુ: ક્રિકેટ (Cricket)ને મોટા ભાગના ભારતીયોના ઇમોશન સાથે જોડાયેલી ગેમ તરીકે જોવામાં આવે છે. ક્રિકેટ અને ક્રિકેટર્સ માટે ફેન્સનો ક્રેઝ કેટલી હદે જઇ શકે છે, તેના અનેક કિસ્સાઓ તમે જોયા કે સાંભળ્યા હશે. ત્યારે ફરી એક આવો જ ચોંકાવનારો કિસ્સો તામિલનાડુ (Tamil Nadu)માં સામે આવ્યો છે. જેમાં દારૂના નશામાં ધૂત બે મિત્રો વચ્ચેની ક્રિકેટની ચર્ચાએ ચાલી રહી હતી, પરંતુ આ ચર્ચાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે એક મિત્રએ બીજાએ તેના આઇકોનની મજાક ઉડાવવા બદલ છરીના ઘા ઝીંકી હત્યા (Virat Kohli fan murders his friend) કરી હતી.

તમિલનાડુના મલ્લુરમાં સિડકોની ઘટના

અહેવાલો અનુસાર, વિરાટ કોહલી અને તેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આઈપીએલ ટીમની મજાક ઉડાવવા બદલ એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મંગળવારે (11 ઓક્ટોબર) રાત્રે તમિલનાડુના મલ્લુરમાં સિડકો ઔદ્યોગિક વસાહત પાસે બની હતી.

વિરાટ કોહલી અને આરસીબીની મજાક ઉડાવી 

અહેવાલો અનુસાર, બંને ક્રિકેટ ફેન્સ પી વિગ્નેશ (26) અને એસ ધર્મરાજ (21) વચ્ચે મંગળવારે ક્રિકેટને લઈને શાબ્દિક બોલાચાલી થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના ચાહક વિગ્નેશે વિરાટ કોહલી અને આરસીબીની મજાક ઉડાડી હતી, જેના કારણે ધર્મરાજ નારાજ થઈ ગયો હતો. આ દલીલે મારપીટમાં પરિણમી અને ધર્મરાજે તેના મિત્ર વિગ્નેશ પર બોટલ વડે હુમલો કર્યો અને પછી ક્રિકેટના બેટ વડે ફટકારી તે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

આ મામલે તપાસ કરી રહેલી પોલીસ ટીમે જણાવ્યું હતું કે, વિગ્નેશ અવારનવાર ધર્મરાજની મજાક ઉડાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાના દિવસે પણ વિગ્નેશે ધર્મરાજની મજાક ઉડાવી હતી અને તેની બોલવાની ખામી માટે તેનું બોડી-શેમિંગ પણ કર્યુ હતું અને તેની તુલના કોહલી અને આરસીબીના પ્રદર્શન સાથે કરી હતી. જેણે તેના મિત્રને વધુ ગુસ્સો અપાવ્યો હતો.

આ પણ વાંચો: એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસે જશે ટીમ ઇન્ડિયા, BCCIએ આપી સહમતિ!

વિગ્નેશને હતી ધર્મરાજનું બોડી શેમિંગ કરવાની ટેવ 

પોલીસે જણાવ્યું હતું કે, તેમની ચર્ચા દરમિયાન, વિગ્નેશે કથિત રીતે આરસીબી અને વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી. વિગ્નેશને ધર્મરાજનું બોડી શેમિંગ કરવાની ટેવ હતી. તે દિવસે તેણે આરસીબી ટીમની તુલના ધર્મરાજની બોલવાની સમસ્યા સાથે કરતા કેટલીક કમેન્ટ્સ કરી હતી. તેનાથી ગુસ્સે ભરાયેલા ધર્મરાજે વિગ્નેશ પર બોટલ વડે હુમલો કર્યો હતો અને બાદમાં તેના માથા પર ક્રિકેટના બેટથી માર માર્યો હતો. ધર્મરાજ ત્યાર બાદ સ્થળ પરથી ભાગી ગયો હતો.



પોલીસની ટીમને બુધવારે સવારે વિગ્નેશનો મૃતદેહ મળ્યો હતો જેના કારણે આ દુર્ઘટના પ્રકાશમાં આવી હતી. ધર્મરાજની સામે હત્યાની ફરિયાદ નોંધાયા બાદ ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના મૃતદેહને શબપરીક્ષણ માટે એરિયલુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
First published:

Tags: Captain virat kohli, Cricket Fight, RCB

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો