ક્રિકેટ

  • associate partner

કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું

News18 Gujarati
Updated: September 20, 2020, 11:54 PM IST
કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું
ખેલાડીઓની તસવીર

આમ બંને ટીમના એક સરખા રન થતાં મેચમાં ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી. જેમાં દિલ્હીની જીત થઈ હતી.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (DC vs KXIP) વચ્ચે આજે આઈપીએલ સિઝન 13 (IPL 13) રમાઈ હતી. જેમાં દિલ્હીએ ટોશ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ પહેલા બેટિંગ લઈને દિલ્હીએ (Delhi Capitals) પંજાબને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ માટે તેને 8 વિકેટો ગુમાવવી પડી હતી. જોકે, કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓએ (Kings XI Punjab) 20 ઓવરના અંતે 157 રન બનાવ્યા હતા. આમ બંને ટીમના એક સરખા રન થતાં મેચમાં ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી. જેમાં દિલ્હીની જીત થઈ હતી.

સુપર ઓપવમાં દિલ્હીએ મારી બાજી
દિલ્હી તરફથી સુપર ઓવરમાં બોલિંગ કરવા માટે રબાડા આવ્યા હતા. બેટિંગ કરવા માટે કેએલ રાહુ અને નિકોલસ પુરન આવ્યા હતા. પહેલી બોલમાં બે રન બન્યા હતા. જ્યારે બીજી બોલ ઉપર આઉટ થયા હતા. રબાડાએ બાઉન્સ ફેક્યો અને રાહુલ આઉટ થયો હતો. ત્રીજા બોલમાં બોલ્ડ થયો હતો. ત્રણ બોલ પૂરા થતાં પંજાબનો વારો આવ્યો હતો. પંજાબની ટીમ માત્ર બે રન બનાવી શકી હતી. આમ દિલ્હી જીતી ગઈ હતી.

પંજાબના ખેલાડીઓનું પ્રદર્શન
કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓ દિલ્હીના આપેલા 158 રનના પીછો કરતા લોકેસ રાહુલે 19 બોલમાં 21 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 60 બોલમાં 89 રન બનાવ્યા હતા. કરુણ નાયરે ત્રણ બોલમાં એક રન બનાવ્યા હતા. નિકોલેસ પુરને 3 બોલ બગાડી એક પણ રન બનાવ્યો ન હતો. જ્યારે ગ્લેન મેક્સવેલે 4 બોલમાં 1 રન બનાવ્યો હતો. સરફરાઝ ખાને 12 બોલમાં 12 રન બનાવ્યા હતા. ક્રિષ્નાપ્પાએ 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. ક્રિસ જોર્ડન 5 બોલમાં 5 રન બનાવ્યો હતો. મોહમ્મદ સમી પણ ખાતું ખોલાવી શક્યો નહતો.

સિઝિનની બીજી મેચમાં પડી ટાઈકિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2020ની બીજી મેચમાં ટાઈ પડી છે. મેચની છેલ્લી ઓવરમાં 1 બોલમાં એક રન લેવાનો હતો. જોકે, ક્રિસ જોર્ડને છેલ્લા બોલે કેચ થતાં આઉટ થયો હતો. આમ158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ કરી શક્યું હતું. તેમના માટે ઓપનર મયંક અગ્રવાલે નિર્ણાયક ઇનિંગ્સ રમતા 60 બોલમાં 89 રન ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ મારી.

પંજાબ સામે દિલ્હીનો 158 રનનો પહાડી ટાર્ગેટ
દિલ્હી કેપિટલ્સે માર્કસ સ્ટોઈનિસની 53 રનની તોફાની બેટિંગની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા છે. માર્ક્સ સ્ટોઈનિસે 21 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી ફિફટી પૂરી કરી હતી. જોકે, દિલ્હી માટે ખાસ વાત એ છે કે દિલ્હીની ટીમના ટોપ 3 ગણાટા બેસ્ટમેનોએ ચાહકોને નારાજ કર્યા હતા. જ્યારે કપ્તાન શ્રેયસ ઐયરે 39 અને ઋષભ પંતે 31 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. પંજાબ માટે મોહમ્મદ શમીએ IPL કરિયરનો શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી. તેના સિવાય શેલ્ડન કોટરેલે 2 અને રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી.

ખાસ વાત તો એ છે કે દિલ્હીના ટોપ 3એ ચાહકોને નિરાશ કર્યા હતા. આ ખેલાડીઓમાં શિખર ધવન શૂન્ય રને લોકેશ રાહુલ દ્વારા રનઆઉટ થયો. જયારે પૃથ્વી શો 5 રને મોહમ્મદ શમીની બોલિંગમાં મીડ-ઓન પર જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. જયારે શિમરોન હેટમાયર શમીની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર મયંક અગ્રવાલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કર્યા હતા. અગાઉ હેટમાયર શૂન્ય રને હતો ત્યારે કે. ગૌથમે શમીની બોલિંગમાં સ્કવેર લેગ પર તેનો કેચ છોડ્યો હતો.

મેચની છેલ્લી ઓવરમાં ક્રિસ જોર્ડન ધોવાયો
પંજાબ માટે છેલ્લી ઓવર ક્રિસ જોર્ડને નાખી હતી. તેમના દિલ્હીએ 30 રન માર્યા. પહેલા બોલે સ્ટોઈનિસે સિક્સ મારી. બીજો બોલ વાઈડ. પછી સતત ત્રણ બોલમાં ત્રણ ફોર. પાંચમા બોલે સ્ટોઈનિસે શાનદાર સિક્સ ફટકારી. છેલ્લો બોલ નો-બોલ હતો, જેમાં બીજો રન લેવા જતા સ્ટોઈનિસ રનઆઉટ થયો. છેલ્લા બોલે નોર્ટજેએ 3 રન બનાવ્યા.

ઋષભ પંત અને ઐયરની જોડીએ ફટકાર્યા 73 રન
13 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ઋષભ પંત અને ઐયરની જોડીએ ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. પંતે 29 બોલમાં 4 ફોરની મદદથી 31 રન કર્યા હતા. તે અંડર-19 વર્લ્ડ કપના સ્ટાર લેગ સ્પિનર રવિ બિશ્નોઇની મેડન IPL વિકેટ બન્યો. જયારે શ્રેયસ ઐયર મોહમ્મદ શમીની બોલિંગમાં જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 3 સિક્સની મદદથી 39 રન કર્યા હતા.
Published by: ankit patel
First published: September 20, 2020, 11:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading