કેવિન પીટરસને ક્રિકેટને કહ્યું અલવિદા, આ અંદાજમાં લખ્યો ઈમોશનલ મેસેજ!

News18 Gujarati
Updated: March 18, 2018, 4:58 PM IST
કેવિન પીટરસને ક્રિકેટને કહ્યું અલવિદા, આ અંદાજમાં લખ્યો ઈમોશનલ મેસેજ!

  • Share this:
ઈગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને શનિવારે ક્રિકેટને અલવિદા કહી દીધું. પીટરસને ટ્વિટર પર ચાર શબ્દોના સંદેશ-બૂટ્સ અપ, થેક યૂ સંદેશ સાથે પોતાની કારકિર્દીને વિરામ આપ્યો. 37 વર્ષના પીટરસન જાન્યુઆરી 2014થી જ આંતરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

પીટરસને ઈંગ્લેન્ડ માટે કુલ 104 ટેસ્ટ રમી અને તેને અંતિમ ટેસ્ટ એસેજ સિરીઝમાં રમી હતી. જેમાં ઈંગ્લેન્ડને 0-5થી હાર મળી હતી. ત્યાર બાદથી પીટરસન આંતરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, જોકે ત્યાર બાદ અલગ-અલગ ઘરેલૂ ટી-20 લીગમાં રમતો રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલ પીટરસને ઈંગ્લેન્ડ માટે 47.28ની રનરેટથી કુલ 8181 રન બનાવ્યા છે. આમાં 23 શતક અને 35 અર્ધશતક પણ સામેલ છે. વનડે મેચોમાં પીટરસને 136 ઈનિંગમાં 4440 રન બનાવ્યા. તે ત્રણ ટેસ્ટ અને 12 વનડે મેચોમાં ઈંગ્લેન્ડના કેપ્ટન રહ્યાં.First published: March 18, 2018, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading