કર્ણાટક વિજય હઝારે ટ્રોફીમાં ત્રીજી વખત ચેમ્પિયન, સૌરાષ્ટ્રને 41 રને હરાવ્યું

  • Share this:
    શાનદાર ફોર્મમાં રહેલા મયંક અગ્રવાલની આક્રમક રમતની મદદથી કર્ણાટકે વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્રને 41 રને હરાવ્યું હતું. મયંક અગ્રવાલે ફાઇનલમાં 90 રન બનાવ્યા હતા. આ સીવાય પવન દેશપાંડેએ 49 અને આર સમર્થે 48 રન બનાવ્યા હતા. કર્ણાટકે પ્રથમ બેટિંગ કરતા 45.5 ઓવરમાં 253 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં સૌરાષ્ટ્ર તરફથી ચેતેશ્વર પૂજારા સીવાય કોઇ બેટ્સમેન ચાલી શક્યુ નહતું. સોરાષ્ટ્ર 46.3 ઓવરમાં 212 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.

    બીજી વખત ફાઇનલમાં પહોચ્યુ હતું સૌરાષ્ટ્ર

    કર્ણાટક ત્રીજી વખત વિજય હઝારે ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું, તેને પહેલા 2013-14માં રેલ્વેને ચાર વિકેટથી અને 2014-15માં પંજાબને 156 રને હરાવી ખિતાબ જીત્યો હતો. કર્ણાટક જ્યારે પણ ફાઇનલમાં પહોચ્યુ છે આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે. તે 2007-08માં પણ ચેમ્પિયન બન્યુ હતું. વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બનતા ચાર માર્ચથી ધર્મશાલામાં રમાનાર દેવધર ટ્રોફીમાં રમશે, જેમાં બે અન્ય ટીમ ભારત ‘એ’ અને ભારત ‘બી’ની હશે.



    મયંક અગ્રવાલ રહ્યો ટૂર્નામેન્ટનો હીરો

    કર્ણાટકને ફાઇનલમાં પહોચાડવામાં મયંક અગ્રવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. મયંકે આ ટૂર્નામેન્ટમાં કુલ 723 રન બનાવ્યા હતા જે એક રેકોર્ડ છે. વર્તમાન સીઝનમાં ત્રણેય ઘરેલુ ટૂર્નામેન્ટમાં 2000થી વધુ રન બનાવનાર તે પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published: