IPL:13 રને ચોથીવાર આઉટ થયો કોહલી, આ ખેલાડી છે સૌથી વધુ 'અનલકી'

News18 Gujarati
Updated: April 25, 2019, 12:32 PM IST
IPL:13 રને ચોથીવાર આઉટ થયો કોહલી, આ ખેલાડી છે સૌથી વધુ 'અનલકી'
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની ફાઇલ તસવીર

કિંગ્સ 11 પંજાબ સામેની મેચમાં બુધવારે વિરાટ કોહલી 13 રન આઉટ થયા હતા. આઈપીએલમાં કોહલી ચોથી વાર અનલકી 13 પર આઉટ થયા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બુધવારે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રસાકસી ભરેલી મેચમાં કિંગ્સ 11 પંજાબને હરાવી હતી પરંતું આઈપીએલ દરમિયાન ચોથીવાર એવું થયું કે કેપ્ટન કોહલી 13 રનના અનલકી આંકડે ફસાયો હતો. જોકે, આ યાદીમાં ફ્કત વિરાટ કોહલી જ નથી તેમનાથી વધુ વાર એક કેપ્ટન અને એક વિકેટ કિપર અનલકી 13 પર આઉટ થયા છે.

પંજાબના કેપ્ટન અશ્વિને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના બદલે બેંગ્લોરને બેટિંગ આપી હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની ટીમ વતી પાર્થિવ પટેલે એક સંગીન શરૂઆત કરી હતી. ઑપનિંગમાં પાર્થિવ પટેલ સાથે ઉતરેલા કેપ્ટન કોહલી માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મોહમ્મદ શામીની બૉલિંગમાં કોહલી મંદીપ સિંહના હાથમાં એક સરળ કેચ આપી બેસ્યા હતા. આમ કોહલી ચોથી વાર અનલકી 13 પર આઉટ થયા હતા. વિરાટ આ મેચ બાદ સુરેશ રૈના, રૉબિન ઉથ્થપા અને અજિંક્ય રહાણે સાથે ચોથી વાર અનલક્કી 13ના ક્લબમાં આઉટ થઈ ગયા છે.

સૌથી વધુ 'અનલકી' ખેલાડી

સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર વૃદ્ધીમાન સાહા આઈપીએલના સૌથી મોટા 'અનલકી' ખેલાડી છે. અત્યારસુધી સાહા 7 વાર 13 રનના સ્કોર પર આઉટ થઈ ગયા છે. આ લીગમાં ફક્ત સાહા જ નથી. કોહલી ચાર વાર 13 રને આઉટ થયા છે તો મુબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પણ તેમનાથી એક કદમ આગળ છે. રોહિત આઈપીએલમાં 5 વાર 13 રનના સ્કોર પર આઉટ થયા છે.
First published: April 25, 2019, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading