મુંબઈ હાર્યું, દિલ્હીની 11 રને શાનદાર જીત

News18 Gujarati
Updated: May 20, 2018, 8:37 PM IST
મુંબઈ હાર્યું, દિલ્હીની 11 રને શાનદાર જીત

  • Share this:
દિલ્હી ડેરડેવિલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે આઈપીએલ સિઝન 11ની 55મી મેચનો મુકાબલો થઈ રહ્યો છે. આ મેચ દિલ્હીના ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. આ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ મુંબઈ ઈન્ડિયન્સને ફિલ્ડીંગ કરવા આમંત્રણ આપ્યું છે. ત્યારબાદ પ્રથમ બેટિંગ કરી દિલ્હી ડેર ડેવિલ્સે 20 ઓવરના અંતે 04 વિકેટના નુકશાને 174 રન બનાવી મુંબઈ ઈન્ડિયન્સને 175 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 19.3 ઓવરમાં 163 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું. આ રીતે દિલ્હી ડેરડેવિલ્સની 11 રને શાનદાર જીત થઈ છે.

દિલ્હી - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- ચોથી ઓવરના પ્રથમ બોલે મુસ્તફિઝુર રહેમાનની ઓવરમાં પૃથ્વી શો 08 બોલમાં 12 રન બનાવી રન આઉટ થયો

- પાંચમી ઓવરના ત્રીજા બોલે જસપ્રિત બુમરાહની ઓવરમાં ગ્લેન મેક્સવેલ 18 બોલમાં 22 રન બનાવી ક્લિન બોલ્ડ થયો
- 9મી ઓવરના છેલ્લા બોલે મયંક માર્કંડેયની ઓવરમાં શ્રેયશ અય્યર 10 બોલમાં 06 રન બનાવી કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ થયો
- 17મી ઓવરના પાંચમા બોલે કૃણાલ પંડ્યાની ઓવરમાં રિષભ પંત 44 બોલમાં 64 રન બનાવી કેરોન પોલાર્ડના હાથે કેચ આઉટ- વિજય શંકર 30 બોલમાં 43 રન બનાવી અણનમ રહ્યો હતો
- અભિષેક શર્મા 10 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો હતો

મુંબઈ - કોણે કેટલી વિકેટ લીધી
કૃણાલ પંડ્યાએ 02 ઓવરમાં 11 રન આપી એક વિકેટ લીધી
જસપ્રિત બુમરાહે 04 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી
હાર્દિક પંડ્યાએ 04 ઓવરમાં 36 રન આપી એક પણ વિકેટ ન લીધી
મુસ્તફિઝુર રહેમાને 04 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી
મયંક માર્કંડેય 02 ઓવરમાં 21 રન આપી 01 વિકેટ લીધી
બેન કટિંગે 04 ઓવરમાં 36 રન આપી એક પણ વિકેટ ન લીધી

મુંબઈ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- પ્રથમ ઓવરના ચોથા બોલે સંદિપ લિમીછાનેની ઓવરમાં સૂર્યકુમાર યાદવ 04 બોલમાં 12 રન બનાવી વિજય શંકરના હાથે કેચ આઉટ થયો
- સાતમી ઓવરના પ્રથમ બોલે અમિત મિશ્રાની ઓવરમા ઈશાન કિશન 13 બોલમાં માત્ર 05 રન બનાવી વિજય શંકરના હાથે કેચ આઉટ થયો
- 9મી ઓવરના છેલ્લા બોલે અમિત મિશ્રાની ઓવરમાં એવિન લૂઈસ 31 બોલમાં 48 રન બનાવી સ્ટમ્પ્ડ આઉટ થયો
- 10મી ઓવરના પ્રથમ બોલે સંજય લિમિચાનેની ઓવરમાં કેરોન પોલાર્ડ 07 બોલમાં 07 રન બનાવી ટેંટ બોલ્ટના હાથે કેચ આઉટ
- 0મી ઓવરના ચોથા બોલે સંજય લિમિછાનેની ઓવરમાં કૃણાલ પંડ્યા 03 બોલમાં 04 રન બનાવી રાહુલ તિવાટીયા હાથે કેચ આઉટ
- 14મી ઓવરના પાંચમા બોલે હર્ષલ પટેલની ઓવરમાં રોહિત શર્મા 11 બોલમાં 13 રન બનાવી ટેંટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો
- 15મી ઓવરના પાંચમા બોલે અમિત મિશ્રાની ઓવરમાં હાર્દિક પંડ્યા 17 બોલમાં 27 રન બનાવી રાહુલ તિવેટીયાના હાથે કેચ આઉટ થયો
- 19મી ઓવરના છેલ્લા બોલે ટેંટ બોલ્ટની ઓવરમાં મયંક માર્કંડેય 10 બોલમાં 03 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ થયો
- 20મી ઓવરના બીજા બોલે હર્ષલ પટેલની ઓવરમાં બેન કટિંગ 20 બોલમાં 37 રન બનાવી ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ
- 20મી ઓવરના ત્રીજા બોલે હર્ષલ પટેલની ઓવરમાં જસપ્રિત બુમરાહ 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર ટેંટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો

દિલ્હી - કોણે કેટલી વિકેટ લીધી
સંદિપ લામીછાનેએ 04 ઓવરમાં 36 રન આપી 03 વિકેટ લીધી
ટેંટ બોલ્ટે 04 ઓવરમાં 33 રન આપી એક વિકેટ લીધી
ગ્લેન મેક્સવલે 02 ઓવરમાં 19 રન આપી એક પણ વિકેટ ન લીધી
હર્ષલ પટેલે 2.3 ઓવરમાં 28 રન આપી 03 વિકેટ લીધી
લીઆમ પ્લુનકેટ 03 ઓવરમાં 27 રન આપી એક પણ વિકેટ ન લીધી
અમિત મિશ્રાએ 04 ઓવરમાં 19 રન આપી 03 વિકેટ લીધી

દિલ્હી ડેરડેવિલ્સ

પૃથ્વી શો, અભિષેક શર્મા, શ્રેયસ ઐયર (કેપ્ટન), રીષભ પંત (વિકેટકિપર), ગ્લેન મેક્સવેલ, વિજય શંકર, લિયેમ પ્લૅંક્સટ, અમિત મિશ્રા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, હર્ષલ પટેલે, લીઅમ પ્લુન્કેટ, સંદિપ લિમીછાને

મુંબઈ ઈન્ડિયન્સ

સૂર્યકુમાર યાદવ, એવિન લેવિસ, રોહિત શર્મા, ઇશાન કિશન, હર્દિક પંડ્યા, બેન કટિંગ, ક્રુણાલ પંડ્યા, જીન-પૌલ ડુમિની, મિશેલ મેકક્લેઘન, મયંક માર્કન્ડે, જસપ્રિત બૂમરાહ
First published: May 20, 2018, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading