Home /News /cricket /IPL 2023: આ વખતે હોટસ્ટાર પર નહીં જોવા મળે આઈપીએલ! જાણો મોબાઈલમાં ક્યાં અને કેવી રીતે જોઈ શકશો?

IPL 2023: આ વખતે હોટસ્ટાર પર નહીં જોવા મળે આઈપીએલ! જાણો મોબાઈલમાં ક્યાં અને કેવી રીતે જોઈ શકશો?

ipl hardik dhoni

IPL 2023: આ વખતે IPL ની મેચો હોટસ્ટાર પર નહીં જોવા મળે. તો કયા સમયે અને ક્યાં જોવા મળશે જેવા તમામ સવાલોના જવાબ જાણી લો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ઈન્ડિયા કા ત્યોહાર તરીકે ઓળખાતી ઇંડિયન પ્રીમીયર લીગની 16 મી આવૃત્તિ શરૂ થવા જઇ રહી છે અને ભારતમાં સતત લગભગ બે મહિના સુધી ચાલનાર આ ઉત્સવમાં દરેક ક્રિકેટ પ્રેમીઓ એક અલગ જ ઉત્સાહ સાથે ભાગ લેશે. ઘણા સમયથી ક્રિકેટ ફેન્સ આ વખતની આઈપીએલની રાહ જોઈ રહ્યા છે કારણ કે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ આ બે ટીમો આવવાના કારણે હવે હરીફાઈ ખાસ્સી મજબૂત જોવા મળી રહી છે.

IPL 2023 ની પહેલી મેચ આ વખતે ગયા વખતની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ કે જેનો કેપ્ટન ગુજરાતનો હાર્દિક પંડ્યા છે અને તેની સામે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે. યુવા અને અનુભવી બંને ખેલાડીઓ પોતાની સ્કિલ અને ટેલેન્ટ બતાવવા માટે તૈયાર છે. તો ક્રિકેટ પ્રેમીઓ પણ પોતાના ફેવરિટ ક્રિકેટરોને રમતા જોવા માટે આતુર હશે.

આવો જાણી લઈએ કેટલીક મહત્વની વાતો અને ક્રિકેટ પ્રેમીઓના સવાલોના જવાબ

આ વખતે IPL માં કુલ 70 મેચ રમાશે. જેમાં 52 દિવસ સુધી ક્રિકેટ રમાશે. 12 સ્થળોએ મેચો રમાશે. દર વખતની જેમ 10 ટીમો 7 મેચ હોમ ગ્રાઉન્ડ પર અને 7 મેચ બીજે રમશે.

1) IPLની 16મી આવૃત્તિની પ્રથમ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાશે?
- IPLની 16મી આવૃત્તિની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

2) IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્યાં રમાશે?
- IPLની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

3) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL ની પહેલી મેચનો સમય શું રહેશે?
- IPLની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 7:00 કલાકે થશે.

આ પણ વાંચો: IPL 2023: શ્રેયસ અય્યર પ્રત્યે KKRનો મોહ ઓછો નથી થયો, નીતિશને કેપ્ટન બનાવ્યા પછી કંઈક....

4) IPL 2023 ની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ટીવી ચેનલ પર થશે?
IPL 2023 મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર થશે.

5) IPL 2023 ની મેચો મોબાઈલ પર ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યાં જોવી?
- આ વખતે IPLની મેચો ઓનલાઈન સ્ત્રીમિંગ એપ વાયકોમ 18ના વુટ એપ પર જોવા મળશે.
First published:

Tags: IPL 2023, IPL Latest News, Ipl live