Home /News /cricket /

VIDEO : ફેન્સની આવી હરકત પર ધોનીને દીકરી ઝીવાને આવ્યો ગુસ્સો

VIDEO : ફેન્સની આવી હરકત પર ધોનીને દીકરી ઝીવાને આવ્યો ગુસ્સો

પિતા સાથે ઝીવા

આઇપીએલની ભાગ્યે જ કોઈ એવી મેચ હશે જ્યાં જીવા પિતાના પિતાને પાનો ચડાવવા માટે હાજર રહીં ન હોય.

    ન્યૂઝ18 ગુજરાતી :  આઈપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને મહેન્દ્રસિંહ ધોનીને લઈને ખૂબ લોકચાહના રહેલી છે. આ જ કારણ છે કે જ્યાં જ્યાં ધોનીની ટીમ મેચ રમે છે ત્યાં ત્યાં તેની 'યલો આર્મી' પોતાનો જલવો બતાવતી નજરે પડે છે.

    બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓ પણ પોતાના ફેન્સને ખૂબ પ્રેમ કરે છે. વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલા ક્વોલિફાયર 2માં જીત મેળવ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ પોતાની હોટલ પરત ફરી રહી હતી ત્યારે તેના ફેન્સની હરકતને કારણે ધોનીને દીકરી ઝીવાને ખૂબ ગુસ્સો આવ્યો છે.

    ધોની અને રૈનાની દીકરીઓ


    ટીમ જ્યારે હોટલ પરત ફરી રહી હતી ત્યારે અમુક બાઇકર્સ ધોની-ધોનીની બૂમો પાડી રહ્યા હતા. ઝીવાને આ વાત પસંદ આવી ન હતી. જ્યારે ફેન્સ ધોની ધોનીનો પોકાર કરી રહ્યા હતા ત્યારે બસમાં બેઠેલી ઝીવાને એવું કહેતા સાંભળવામાં આવી હતી કે આટલા મોટા અવાજથી ધોની-ધોનીનો પોકાર ન કરો. આમ પણ ચેન્નાઇ સુપર કિંગ્સના સૌથી નાના ચર્ચિત જૂનિયર સ્ટારને પોતાના પિતાનું નામ કોઈ અન્ય વ્યક્તિ લે તે કેમ ગમે!

    નોંધનીય છે કે આઇપીએલની ભાગ્યે જ કોઈ એવી મેચ હશે જ્યાં ઝીવા પિતાના પિતાને પાનો ચડાવવા માટે હાજર રહીં ન હોય. મેચ દરમિયાન તે પોતાની માતા સાક્ષી સાથે નજરે પડે છે, તેમજ ચોગ્ગા, છગ્ગા અને કોઈ આઉટ થાય ત્યારે તેની પ્રતિક્રિયા જોવા જેવી હોય છે. આજકાલ ધોની અને સુરેશ રૈનાની દીકરીનો દોસ્તીએ પણ ખૂબ ચર્ચા જગાવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chennai super kings, Ipl 2019, Ms dhoni, Ziva

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन