યુવરાજસિંહને કિંગ્સ ઈલેવન પંજાબે ટીમમાંથી કર્યો બહાર, IPL કરિયર ખતમ?

Mujahid Tunvar
Updated: April 26, 2018, 11:00 PM IST
યુવરાજસિંહને કિંગ્સ ઈલેવન પંજાબે ટીમમાંથી કર્યો બહાર, IPL કરિયર ખતમ?

  • Share this:
કિંગ્સ ઈલેવન પંજાબે આખરે નિર્ણય લઈ લીધો, જેની કેટલીક મેચોથી જ આશંકા હતી. હૈદરાબાદ વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમની જાહેરાત કરતા સમયે જ પ્લેઈંગ ઈલેવનમાંથી યુવરાજસિંહને બહાર કરી દેવામાં આવ્યો છે. યુવરાજસિંહની જગ્યાએ મનોજ તિવારીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

યુવરાજ સિંહ આ આઈપીએલમાં ખુબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે 6 મેચમાં માત્ર 12.50ની એવરેજથી 50 રન જ બનાવ્યા. યુવરાજસિંહ 6 મેચમાં 100ની સ્ટ્રાઈક રેટથી પણ રન ન બનાવી શક્યો. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ પણ માત્ર 89.28 જ રહ્યો.

યુવરાજસિંહની જગ્યા પર ટીમમાં મનોજ તિવારીને જગ્યા આપવામાં આવી છે, જેણે ગત આઈપીએલ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મનોજ તિવારીએ વર્ષ 2017માં પૂણે સુપર જાયન્ટ માટે રમીને 15 મેચમાં 32.40ની એવરેજથી 324 રન બનાવ્યા હતા. મનોજ તિવારીની સ્ટ્રાઈક રેટ પણ 130થી ઉપર રહી હતી. ત્યારબાદ કિંગ્સ ઈલેવન પંજાબે તેને 1 કરોડની કિંમત પર ખરીદયો. હવે જો મનોજ તિવારી આ સિઝનમાં સારૂ પ્રદર્શન કરે છે તો, ફરી યુવરાજસિંહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી મુશ્કેલ બની જશે.

તમને જણાવી દઈએ કે, હૈદરાબાદ વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અશ્વિને ટીમમાં ડેવિડ મિલરની જગ્યાએ ક્રિસ ગેલને મોકો આપ્યો છે, જે પાછળની મેચમાં નહોતો રમી શક્યો.
First published: April 26, 2018
વધુ વાંચો
अगली ख़बर