બોલર્સના દમ પર ફરી ચમક્યું હૈદરાબાદ, આ 6 ખેલાડી રહ્યા મેચના હિરો

Mujahid Tunvar
Updated: April 27, 2018, 4:00 PM IST
બોલર્સના દમ પર ફરી ચમક્યું હૈદરાબાદ, આ 6 ખેલાડી રહ્યા મેચના હિરો

  • Share this:
આઈપીએલના 25માં મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના (136 રન) લો સ્કોરનો શાનદાર રીતે બચાવ કર્યો અને કિંગ્સ ઈલેવન પંજાબને 13 રને હરાવ્યું. આ સાથે જ હૈદરાબાદે પંજાબ સામે પાછલી હારનો બદલો પણ લઈ લીધો. હૈદરાબાદના આ 6 બોલર પંજાબ સામેની જીતના હિરો સાબિત થયા.

અફઘાનિસ્તાનનો જાદૂઈ સ્પિનર રાશિદ ખાનની આગેવાની હેઠળ એકવાર ફરીથી પોતાના બોલરોએ શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે જીત નોંધાવી. સતત શાનદાર પ્રદર્શન કરી રહેલ રાશિદ ખાને ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ મેળવી લીધી. રાશીદે કેએલ રાહુલ (32), કરૂણ નાયર (13), આર. અશ્વિન (04)ની વિકેટ પોતાના નામે કરી લીધી હતી.

બાસિલ થમ્પીએ પણ શાનદાર બોલિંગ કરી. થમ્પીએ 2.2 ઓવરમાં 14 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી. થમ્પીએ ક્રિસ ગેલ (23) અને અંકિત રાજપૂત (8)ના વિકેટ પોતાના નામે કરી લીધી.

જ્યારે સંદીપ શર્માએ 4 ઓવરમાં માત્ર 17 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી. સંદીપે મનોજ તિવારી (01) અને એરોન ફિન્ચ (08)ને સસ્તામાં પેવેલિયન મોકલી દીધા હતા.

તે ઉપરાંત મોહમ્મદ નબી અને સિદ્ધાર્થ કૌલને એકપણ વિકેટ મળી નહતી પરંતુ બંને બેટ્સમેનોને મોટા શોર્ટ લગાવવા દીધા નહતા. નબીએ 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. જ્યારે સિદ્ધાર્થ કૌલે 4 ઓવરમાં માત્ર 25 રન આપ્યા.
First published: April 27, 2018, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading