Home /News /cricket /IPL-11 : આચાર સંહિતાના ઉલ્લંઘન પર સિદ્ધાર્થ કૌલને ફટકાર

IPL-11 : આચાર સંહિતાના ઉલ્લંઘન પર સિદ્ધાર્થ કૌલને ફટકાર

    ઈન્ડિયન પ્રીમયર લીગની 11મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ યુવા બોલર સિદ્ધાર્થ કૌલે આઈપીએલની આચાર સહિતાના ઉલ્લંઘન કર્યું છે. આઈપીએલ તરફથી બુધવારે જાહેર કરેલી એક પ્રેસ કોન્ફ્રન્સમાં આની જાણકારી આપવામાં આવી છે.

    આમાં કહેવામાં આવ્યું છે કે, ટીમના બોલર સિદ્ધાર્થ કૌલને મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ મંગળવારે રમાયેલ મેચમાં આચાર સહિતાના ઉલ્લંઘન માટે ફટકાર લગાવવામાં આવ છે.

    બીસીસીઆઈની જણાવ્યા અનુસાર કૌલે ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે આઈપીએલ આચાર સંહિતાના 2.1.4ના હેઠળ લેવલ એકનું ઉલ્લંઘન કરવાનો આરોપ સ્વીકાર કરી લીધો છે.

    આઈપીએલ આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘનમાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને સ્વીકાર્ય હોય છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આ લો સ્કોરવાળી મેચમાં સનરાઈઝર્સે મુંબઈને 31 રને હરાવ્યું હતું.

    કૌલે આ મેચમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી અને 119 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલ મુંબઈને 87 રને ઓલઆઉટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેને ઈનિંગની 16મી ઓવરમાં મકરંદ માર્કેડેયને એલબીડબ્લ્યૂ આઉટ કર્યા બાદ બેટ્સમે સામે જોશમાં જશ્ન મનાવવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Code of conduct

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन