IPL : ગબ્બરને આ ફેને કરી નાંખ્યો ખુબ જ ઈમોશનલ, જાણો કોણ છે તે

News18 Gujarati
Updated: May 6, 2018, 3:30 PM IST
IPL : ગબ્બરને આ ફેને કરી નાંખ્યો ખુબ જ ઈમોશનલ, જાણો કોણ છે તે

  • Share this:
ગબ્બરના નામથી ફેમસ શિખર ધવન હાલમાં આઈપીએલમાં વ્યસ્ત છે. આ વખતે ધવન અત્યાર સુધીમાં માત્ર એક જ અર્ધશતક બનાવી શક્યો છે, પરંતુ તેમની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ 9માંથી સાત મેચ જીતીને ટોપ પર છે. હૈદરાબાદની ટીમ હવે 7 મેના રોજ પોતાના હોમગ્રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

પરંતુ, તે પહેલા રવિવારે શિખર ખુબ જ ભાવૂક થઈ ગયો. અસલમાં તેમનાથી મળતા તેમનો એક ફેન પોતાની પત્ની અને પુત્ર-પુત્રી સાથે બેંગ્લોરથી હૈદરાબાદ આવી પહોંચ્યો હતો. ધવને સોશિયલ મીડિયા પર તેની તસવીર સાથે પોસ્ટ શેર કરી છે.

તેને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, આજે તમને અને તમારા પરિવારને મળીને રોમાંચિત છું. શંકર, 'મારો સૌથી મોટો પ્રશંસક' બેંગ્લોરથી પોતાના પરિવાર સાથે મને મળવા માટે (હૈદરાબાદ) આવ્યો હતો. સ્વભાવિક છે કે, ફેમિલી સાથે તેમની આ પહેલી હવાઈ મુસાફરી હતી અને તેઓ સવારે એરપોર્ટથી અમારી હોટલ આવ્યા. તેઓ મારી સ્ટાઈલના ફેન છે અને તેમનો પુત્ર જોરાવર (મારો પુત્ર)નો. વાસ્તવમાં આ દિલને સ્પર્શનાર રહ્યું... તમારા સપોર્ટ માટે શંકર અને મારા બધા જ પ્રશંસકોને ધન્યવાદ
First published: May 6, 2018
વધુ વાંચો
अगली ख़बर