IPLમાં ડેબ્યૂ કરનારો પહેલો નેપાળી ક્રિકેટર બન્યો સંદીપ લમીછાને

News18 Gujarati
Updated: May 13, 2018, 9:55 AM IST
IPLમાં ડેબ્યૂ કરનારો પહેલો નેપાળી ક્રિકેટર બન્યો સંદીપ લમીછાને
દિલ્હીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં સંદિપ લમીછાને સ્થાન આપ્યું હતું. આ સાથે જ તે આઇપીએલમાં રમનારા પહેલા નેપાળી ખેલાડી બન્યા હતા.

દિલ્હીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં સંદિપ લમીછાને સ્થાન આપ્યું હતું. આ સાથે જ તે આઇપીએલમાં રમનારા પહેલા નેપાળી ખેલાડી બન્યા હતા.

  • Share this:
આઇપીએલમાં રવિવારે દિલ્હી ડેયરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થયેલી મેચમાં નેપાળના ક્રિકેટ ફેન્સે ખુશખબરી આપી. દિલ્હીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં સંદિપ લમીછાને સ્થાન આપ્યું હતું. આ સાથે જ તે આઇપીએલમાં રમનારા પહેલા નેપાળી ખેલાડી બન્યા હતા.

નવાઇની વાત એ છે કે શનિવારે પોતાની નેપાળ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદીપ તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, રમતના કારણે બંને દેશના મજબૂત થતા રહે છે. બે દિવસીય નેપાળ યાત્રાની શનિવારે શરૂઆત કરનારા મોદીએ ભવિષ્યમાં બંને દેશોને જોડવામાં રમતની ભૂમિકા વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે આપણે ક્રિકેટના માધ્યમથી જોડાયા છે. કારણ કે નેપાળનો એક યુવક ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે.

મોદીનો ઇશારો દિલ્હી ડેરડેવિલ્સના સંદીપ લમીછાનેની તરફ હતો જે આઇપીએલમાં રમનારા પહેલા નેપાળી ક્રિકેટર છે. જોકે, તેમને અત્યાર સુધી એક પણ તક મળી ન હતી. દિલ્હીએ સંદીપને 20 લાખ રૂપિયાની બેસ પ્રાઇસ ઉપર ખરીદ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક પણ સંદીપના પ્રદર્શનથી પ્રભાવિત હતા. તેમણે સંદીપને હોંગકોંગ ટી20 બ્લિટ્ઝમાં કોઉલૂન કાંટૂન્સ તરફથી રમવા માટે પસંદ કર્યો હતો. ત્યારબાદ ક્લાર્કે આ લેગ સ્પિનરને એનએસડબ્લ્યૂએ પ્રીમિયર ક્રિકેટ સત્ર દરમિયાન વેસ્ટર્ન સબર્બસ તરફથી રમવા માટે પણ પસંદ કર્યો હતો. તેમણે ટ્વિટર ઉપર આ નિર્ણય માટે ખુશી વ્યક્ત કરી હતી.
First published: May 13, 2018, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading