Home /News /cricket /વિરાટે શેર કરી ચશ્માવાળી તસવીર, ફેન બોલ્યા- IPLમાં પોતાની ટીમ પર ધ્યાન આપો

વિરાટે શેર કરી ચશ્માવાળી તસવીર, ફેન બોલ્યા- IPLમાં પોતાની ટીમ પર ધ્યાન આપો

વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2018માં અત્યાર સુધીની યાત્રા નિરાશાજનક રહી છે, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીને આનાથી વધારે ફરક પડતો નહોય તેવું લાગી રહ્યું છે અને ઈતર પ્રવૃતિઓમાં વધારે ધ્યાન આપી રહ્યો છે.

હાલમાં જ વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે નવા ચશ્મામાં નજરે પડી રહ્યો છે. પોતાની આ તસવીરના કેપ્સનમાં કેપ્ટન વિરાટ કહોલીએ લખ્યું, આ ચશ્માથી ખુબ જ પ્રેમ છે.

વિરાટ કોહલીએ જેવી જ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરી કે તરત જ ફેન્સે તેની આ તસવીર પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી દીધી હતી. કેટલાક ફેન્સને કોહલીની ફોટો પસંદ આવી અને તેમને આના પર પોઝિટિવ રિએક્શન આપ્યું.



પરંતુ કેટલાક એવા પણ પ્રશંસક હતા, જેમને કેપ્ટન કોહલીની આ મસ્તી સારી ન લાગી અને તેમને તેમને વિરાટ કોહલીને આડે હાથે લઈ લીધો અને આઈપીએલમાં ધ્યાન આપવાની સલાહ આપી દીધી હતી. એક યૂઝર્સે કોહલીની ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, પોઈન્ટ ટેબલ 4 ટીમોમાથી એક છે, તો કૃપા કરીને આઈપીએલ પર ધ્યાન આપો.


એક અન્ય ફેન્સે કોહલીને કહ્યું કે, આ ચશ્માને તમે આવનાર આરસીબીની મેચ પહેલા પહેરી લેજો ધોની સાફ દેખાશે. અન્ય એક યૂઝર્સ લખ્યું કે, ચશ્મા પાછળથી લગાવજો પહેલા આરસીબીને આઈપીએલને કપ અપાવો.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની શરૂઆત ખરાબ રહી અને ટીમે અત્યાર સુધી રમાયેલ 6 મેચોમાંથી 4માં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીની આરસીબી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. આરસીબી દિલ્હી અને પંજાબ સામે એક-એક મેચ જીત્યું છે.





First published:

Tags: Csk vs rcb, Ipl 2018, RCB, વિરાટ કોહલી