IPL 2018: ફરી બોલર્સના દમ પર હૈદરાબાદનો વિજય, 11 રનથી RRને હરાવ્યું

News18 Gujarati
Updated: April 29, 2018, 8:12 PM IST
IPL 2018: ફરી બોલર્સના દમ પર  હૈદરાબાદનો વિજય, 11 રનથી RRને હરાવ્યું

  • Share this:
IPL-11ની 28મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 11 રનોથી હરાવી દીધું છે. હૈદરાબાદે આપેલા 152 રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 140 રન કર્યા. રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 64 રન કર્યા. આ પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 151 રન બનાવ્યા. કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધુ 63 રન બનાવ્યા. રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી.

રાજસ્થાનની શરૂઆત સારી ન રહી. 13ના સ્કોર પર રાહુલ ત્રિપાઠી 4 રન બનાવીને આઉટ થઇ ગયો. ત્યારબાદ રહાણે અને સેમસને બીજી વિકેટ માટે 59 રનોની ભાગીદારી કરી. સેમસન 40 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ બેન સ્ટોક્સ 0 અને જોસ બટલર 10 રને આઉટ થયો.

શિખર ધવન આજે ઓપનિંગ બેટ્સમેન તરીકે એલેક્સ હેલ્સ સાથે મેદાનમાં ઉતર્યો. બંને વચ્ચે ફક્ત 17 રનોની ભાગીદારી થઇ. ધવન 6 રન બનાવીને કૃષ્ણપ્પા ગૌતમના બોલ પર બોલ્ડ આઉટ થઇ ગયો. ત્યારબાદ એલેક્સ હેલ્સ 44 રન બનાવીને આઉટ થયો.હૈદરાબાદના મિડલ ઓર્ડના બેટ્સમેન બહુ ચાલ્યા નહીં. મનીષ પાંડે 16, શાકિબ અલ હસન 6 અને યુસુફ પઠાણ ફક્ત 2 રન બનાવીને આઉટ થઇ ગયો.
First published: April 29, 2018
વધુ વાંચો
अगली ख़बर