IPL 2018: ઓપનર બનવાની સાથે જ આ ખેલાડીએ બદલ્યું ટીમનું નસીબ

News18 Gujarati
Updated: May 15, 2018, 2:57 PM IST
IPL 2018: ઓપનર બનવાની સાથે જ આ ખેલાડીએ બદલ્યું ટીમનું નસીબ
રાજસ્થાન રોયલ્સની ટીમે શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ પાછી ઉત્સાહમાં આવી ગઇ છે.

રાજસ્થાન રોયલ્સની ટીમે શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ પાછી ઉત્સાહમાં આવી ગઇ છે.

  • Share this:
રાજસ્થાન રોયલ્સની ટીમ શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ પાછી ઉત્સાહમાં આવી ગઇ છે. IPL 11ના પ્લેઓફમાં આવવાની તેની આશા કાયમ રહી છે. સામાન્ય રીતે ક્રિકેટને આખી ટીમની રમત માનવામાં આવે છે પરંતુ રાજસ્થાનની ટીમનો કાયાપલટો માત્ર એક ખેલાડીએ જ કર્યો છે. અહીં રાજસ્થાન રોયલસ્ના જોસ બટલરની વાત કરવામાં આવે છે. આ ખેલાડીએ ઓપનર તરીકે એવી કમાલ કરી કે આખી ટીમ ફોર્મમાં આવી ગઇ છે. જોસ બટલરે મુંબઇ ઇન્ડિયન્સ માટે 23 મેચો રમી છે પરંતુ માત્ર દસ મેચોમાં તેને ઓપનિંગ કરવાનો મોકો મળ્યો હતો.

ડાઉન ઓર્ડરમાં મોકલતા બટલરનું પ્રદર્શન નબળું

જ્યારે આઈપીએલ 11ની સફર પણ તેમના માટે ખાસ ન્હોતી કારણ કે તેમને ઓનપિંગની જગ્યાએ ડાઉન ઓર્ડરમાં મોકલવામાં આવતો હતો. ખરાબ પ્રદર્શનના કારણે તેમની ભારે ટીકા થઇ હતી. તેમનો સ્કોર 10, 6, 22, 24 (અણનમ), 23, 29 અને 6 રન છે. તેમણે સાત મેચોમાં માત્ર 120 રન બનાવ્યા હતા. આવા પ્રદર્શન સાથે બધાએ માની લીધું કે શેન વોર્નની ટીમ એકવાર ફરીથી નબળી સાબિત થશે. પરંતુ મેનેજમેન્ટે જોસ બટલરને ઓપનિંગમાં ઉતારવા માટે નિર્ણય કર્યો. આમ બટલરની સાથે સાથે ટીમનું નસીબ  પણ બદલાયું.

સતત પાંચ ફિફ્ટી ફટકારનાર પહેલો વિદેશી બન્યો બટલર

ઓપનર તરીકે બટલરના આંકડા પણ કંઇક એવું જ કહી રહ્યા છે. અત્યારે બટલર IPLના સફળ ઓપનર બનવાની રસ્તા ઉપર છે. તેમમે પાંચ મેચોમાં 389 રન બનાવ્યા છે. નવાઇની વાત તો એ છે કે તેમને આઉટ કરવા માટે વિરૂદ્ધ ટીમો માટે પડકાર સાબિત થતો હતો. ઓપનર તરીકે બટલર 67, 51, 82, 95 અણનમ અને 94 રનની અણનમ દાવ રમ્યો હતો. IPLમાં સતત પાંચ અડધી સદી ફટકારનાર તેઓ પહેલા વિદેશી અને વિરેન્દ્ર સહેવાગ બાદ બીજા બેટ્સમેન છે. સહેવાગે IPL 2012માં એવો રેકોર્ડ બનાવ્યો હતો જેણે આગામી મેચમાં બટલર તોડીને નવો ઇતિહાસ બનાવી શકે.

બટલર IPL 11ની સિઝનમાં 500થી વધુ રન બનાવનાર બીજા વિદેશી બન્યાઉલ્લેખનીય છે કે બટલરે અત્યાર સુધી 12 મેચોમાં 56.55ના સરેરાશ અને 153.77ના સ્ટાઇક રેટ સાથે પાંચ અડધી સદીની મદદથી 509 રન બનાવ્યા છે. IPLની હાલની સિઝનમાં 500 પ્લસ રન બનાવનાર કેન વિલિયમસન પછી બીજા વિદેશી અને કુલ પાંચમાં બેટ્સમેન છે.
First published: May 15, 2018, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading