Home /News /cricket /

IPL: સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થઈ હતી વિરાટની ટીમ, લો સ્કોરનો રેકોર્ડ આ ટીમોના નામે

IPL: સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થઈ હતી વિરાટની ટીમ, લો સ્કોરનો રેકોર્ડ આ ટીમોના નામે

    ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનની પ્રથમ મેચ આવતીકાલે રમાશે. દેશ-વિદેશના ક્રિકેટ પ્રેમીઓમાં આઇપીએલ ખૂબ લોકપ્રિય છે. બેટ્સમેનો માટેની ટુનામેન્ટ ગણાતી આ આઇપીએલમાં ઘણીવાર બોલરોએ તરખાટ મચાવ્યો છે. અહી સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થનારી ટીમની જાણકારી આપવામાં આવી છે.

    રોયલ ચેલેન્જર્સ બેગ્લોર

    વિરાટ કોહલીના નેતૃત્વમાં રમતી રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે 2017માં કોલકત્તા નાઇટરાઇડર્સ સામે ફક્ત 47 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં કોલકત્તાના બોલરોએ શાનદાર ઇનિંગ રમી હતી.

    રાજસ્થાન રોયલ્સ

    વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે અનિલ કુંબલેની શાનદાર બોલિંગના કારણે રાજસ્થાન રોયલ્સને 58 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચમાં કુંબલેએ 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

    કોલકત્તા નાઇટ રાઇડર્સ

    મે 2008માં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમતા કોલકત્તા નાઇટ રાઇડર્સની આખી ટીમ 67 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચ દરમિયાન પોલોકે 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

    ચેન્નઇ સુપરકિંગ્સ

    મુંબઇ ઇન્ડિયન્સના 140 રનના જવાબમાં ચેન્નઇની ટીમ 79 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. 5 મેના રોજ રમાયેલી આ મેચમાં મિચેલ જ્હોન્સને ચેન્નઇને પ્રારંભમાં ત્રણ ઝટકા આપ્યા હતા.

    2018ના બેસ પ્રાઈસની ઘણી વધારે કમાણી કરનાર ખેલાડીઓ


    રોયલ ચેલેન્જર્સ બેગ્લોર

    આઇપીએલની પ્રથમ સીઝનમા બ્રેન્ડન મેક્કુલમની આક્રમક ઇનિંગને કારણે કોલકત્તા નાઇટ રાઇડર્સે 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેગ્લોરની ટીમ 82 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

    ડેક્કન ચાર્જર્સ

    આઇપીએલમાં 2010માં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વિરુદ્ધ રમતા ડેક્કન ચાર્જર્સે પોતાની તમામ વિકેટો 82 રનમાં ગુમાવી દીધી હતી આ મેચમાં કુંબલેએ 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી

    મુંબઇ ઇન્ડિયન્સ

    વર્ષ 2011માં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ 87 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જે મુંબઇનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. કિંગ્સ ઇલેવન પંજાબે 164 રન બનાવ્યા હતા.

    દિલ્હી ડેરડેવિલ્સ

    દિલ્હી ડેરડેવિલ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતા 80 રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી. જે દિલ્હીનો સૌથી ઓછો સ્કોર છે.



    કિંગ્સ ઇલેવન પંજાબ

    કિંગ્સ ઇલેવન પંજાબ મે 2009માં દક્ષિણ આફ્રિકામાં ચેન્નઇ સુપર કિંગ્સે આપેલા 117 રનના ટાર્ગેટનો પીછો કરતા કિગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 92 રન આપીને 8 વિકેટ ગુમાવી દીધી હતી.

    પૂણે વોરિયર્સ

    એપ્રિલ 2013માં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં પૂણે વોરિયર્સની આખી ટીમે 9 વિકેટના નુકસાન પર 99 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને કિંગ્સ ઇલેવન પંજાબે સરળતાથી પાર કરી લીધો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CSK, Ipl 2018, KKR, RCB, Virat kohali

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन