કોહલીને ફરી હરાવવા ધોની તૈયાર, બોલરો માટે બનાવ્યો સ્પેશ્યલ પ્લાન

News18 Gujarati
Updated: May 5, 2018, 2:27 PM IST
કોહલીને ફરી હરાવવા ધોની તૈયાર, બોલરો માટે બનાવ્યો સ્પેશ્યલ પ્લાન

  • Share this:
આઈપીએલની 11મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના બીજા ઘર મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ(એમસીએ) સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુકાબલા માટે ઉતરશે. ચેન્નાઈને પાછળની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવી પોઈન્ટ ટેબલમાંથી પ્રથમ સ્થાન પરથી નીચે ધકેલી દીધી. આ હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ફરી પ્રથમ સ્થાન મેળવવા માટે કોશિસ કરશે.

ચેન્નાઈએ આ સિઝનમાં જબરદસ્ત વાપસી કરી છે, અને રમતના દરેક ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કર્યું છે, પરંતુ લાસ્ટ મેચમાં તેમની બોલિંગ અને ફિલ્ડિંગ બંને કમજોર જોવા મળી. આ વાતને કપ્તાને પણ માની હતી. ધોનીની ઈચ્છા છે કે, બોલિંગના મોર્ચા પર ફેરફાર કરી આ મેચમાં ચીમ જુની મેચ જેવી ભૂલ ફરી ન કરે અને બોલિંગમાં સુદાર કરી જીત મેળવે.

બેટિંગમાં ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સનની જોડીએ ટીમને હંમેશા સારી શરૂઆત અપાવી છે. સુરેશ રૈના તરફથી પણ મોટી મારી રમવામાં આવે તેવી આશા છે. આ સાથે ધોની અને બ્રાવો પણ સારા સફળ રહ્યા છે.

બોલિંગમાં લુંગી નગિદીએ છેલ્લી મેચમાં લોકોને પ્રભાવિત કર્યા છે. યુવા કે.એમ. આસિફ પહેલી મેચમાં તો પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો પરંતુ બીજી મેચમાં તેની બોલિંગ ભટકી પડી. ધોની અહીં ફેરફાર કરી શકે છે. કર્ણ શર્માના સ્થાને લેગ સ્પિનર ઈમરાન તાહિરને મોકો આપવામાં આવી શકે છે.

બેંગ્લોરની વાત કરીએ તો, ટીમ વિરાટ કોહલી અને ડિવેલિયર્સના દમ પર રમી રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમવામાં આવેલ પાછળની મેચમાં તેમની બોલિંગે પણ સારૂ પ્રદર્શન કર્યું હતું.
First published: May 5, 2018, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading