Home /News /cricket /

રાજસ્થાન રોયલ્સની 19 રને શાનદાર જીત

રાજસ્થાન રોયલ્સની 19 રને શાનદાર જીત

    આઈપીએલની 11મી સિઝનની આજે 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોરમાં રમાઈ રહી છે. જેમાં બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી રાજસ્થાનને પ્રથમ બેટિંગ સોંપી હતી. રાજસ્થાન રેયલ્સે પ્રથમ બેટિંગ કરી સંજુ સેમસનના શાનદાર 92 રનની મદદથી 217 રન બનાવ્યા. જ્યારે બેંગ્લોર જીત માટેના 218 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 198 રન બનાવી શક્યું. આ રીતે રાજસ્થાન રોયલ્સની શાનદાર 19 રને જીત થઈ છે.

    ઉલ્લેખનીય છે કે, ઈન્ડીયન પ્રમીયર લીગની 11મી સિઝનમાં બે મેચોમાંથી એકમાં જીત અને એકમાં હારનો સામનો કરી ચુકેલ રાજસ્થાન રોયલ્સ ટીમ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વિરાટ પડકારનો સામનો કરવા ઉતરી હતી. પરંતુ સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગથી બનેલ 92 રનની મદદથી રાજસ્થાને 217 રનનો મોટો સ્કોર બનાવી બેંગ્લોરને વિરાટ પડકાર આપ્યો હતો. જેને વિરાટની ટીમે પુરો કરવાની કોશિસ કરી પરંતુ 19 રનના અંતરે બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો છે. આજિંંક્ય રહાણેની કપ્તાની વાળી રાજસ્થાન રોયલ્સ ટીમને પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે નવ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની ટીમે જોકે, બીજી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને વર્ષાના વિઘ્ન વચ્ચેની મેચમાં ડકવર્થ લૂઈસ નિયમ હેઠળ 10 રનથી હરાવ્યું હતું.

    રાજસ્થાન - કોણે કેટલા રન બનાવ્યા
    આજિંક્ય રહાણેએ 20 બોલમાં 36 રન બનાવ્યા
    ડાર્સી શોર્ટે 17 બોલમાં 11 રન બનાવ્યા
    સંજૂ સેમસન 45 બોલમાં 92 રન બનાવી અણનમ રહ્યો
    બેન સ્ટોક્સે 21 બોલમાં 27 રન બનાવ્યા
    જોસ બટલરે 14 બોલમાં 23 રન બનાવ્યા
    રાહુલ ત્રિપાઠી 05 બોલમાં 14 રન બનાવી અણનમ રહ્યો

    બેંગ્લોર - કોણે કેટલી વિકેટ લીધી
    વોશિંગ્ટન સુંદરે 04 ઓવરમાં 30 રન આપી એક પણ વિકેટ ન લીધી
    ક્રિશ વોક્સે 04 ઓવરમાં 47 રન આપી 02 વિકેટ લીધી
    ઉમેશ યાદવે 04 ઓવરમાં 59 રન આપી એક પણ વિકેટ ન લીધી
    યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 22 રન આપી 02 વિકેટ લીધી
    કુલવંત ખેજરોલિયાએ 03 ઓવરમાં 40 રન આપી એક પણ વિકેટ ન લીધી
    પવન નેગીએ 01 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી

    બેંગ્લોર - કોણે કેટલા રન બનાવ્યા
    બ્રેંડન મૈકુલ્લમે 04 બોલમાં 04 રન બનાવ્યા
    ડી કોકે 19 બોલમાં 26 રન બનાવ્યા
    વિરાટ કોહલીએ 30 બોલમાં 57 રન બનાવ્યા
    એબી ડેવિલિયર્સે 18 બોલમાં 20 રન બનાવ્યા
    મનદિપ સિંહ 25 બોલમાં 47 રન બનાવી અણનમ રહ્યો હતો
    પવન નેગીએ 04 બોલમાં 03 રન બનાવ્યા
    વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 35 રન બનાવ્યા

    રાજસ્થાન - કોણે કેટલી વિકેટ લીધી
    કે. ગૌતમે 04 ઓવરમાં 36 રન આપી 01 વિકેટ લીધી
    ધવલ કુલકર્ણીએ 01 ઓવરમાં 14 રન આપી એક પણ વિકેટ ન લીધી
    જયદેવ ઉનડકટે 03 ઓવરમાં 35 રન આપી એક પણ વિકેટ ન લીધી
    બેન સ્ટોક્સે 03 ઓવરમાં 32 રન આપી એક વિકેટ લીધી
    શ્રેયશ ગોપાલે 04 ઓવરમાં 22 રન આપી 02 લીધી લીધી
    ડર્સી શોર્ટે 01 ઓવરમાં 10 રન આપી 1 વિકેટ લીધી
    બેન લોફલિને 04 ઓવરમાં 46 રન આપી 01 વિકેટ લીધી

    બેંગ્લોર ટીમ

    બ્રેંડન મૈકુલમ, ક્વિંટન ડિકોક, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, સરફરાજ ખાન, મનદીપ સિંહ, ક્રિસ વોક્સ, વોશિંગ્ટન સુંદર, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, યુજવેંદ્ર ચહલ, કોલિન ડિગ્રૈંડહોમ, મોઈન અલી, મનન વોહરા, અનિકેત ચૌધરી, નવદીપ સૈની, મુરૂગન અશ્વિન, પવન નેગી, મોહમ્મદ સિરાઝ, કોરી એંડરસન, પાર્થિવ પટેલ, અનિરુદ્ધ જોશી, પવન દેશ પાંડે. ટિમ સાઉદી.

    રાજસ્થાન ટીમ

    આજિંક્ય રહાણે (કપ્તાન), અંકિત શર્મા, સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, ધવલ કુલકર્ણી, જ્યોફ્રા આર્ચર, ડાર્સી શોર્ટ, દુષ્મંતા ચમીરા, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, એસ. મિથુન, જયદેવ ઉનડકટ, બેન લોફલિન, પ્રશાંત ચોપડા, કે. ગૌતમ, મહિપાલ લેમલોર, જતિન સક્સેના, અનુરિત સિંહ, આર્યમાન બિરલા, જોસ બટલર, હેનરિક ક્લાસેન, જહીર ખાન અને રાહુલ ત્રીપાઠી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ipl 2018

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन