liveLIVE NOW

MI vs KKR : મુંબઈએ કોલકાતાને 13 રને હરાવ્યું, સૂર્યકુમારની શાનદાર ફિફ્ટી

  • News18 Gujarati
  • | May 06, 2018, 19:54 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 5 YEARS AGO
    19:47 (IST)

    મુંબઈએ કોલકાતાને 13 રને હરાવ્યું, મુંબઈએ આપેલા 182 રનના ટાર્ગેટ સામે કોલકાતા 168 રન જ બનાવી શક્યું હતું. 

    19:42 (IST)

    સુનિલ નારન 5 રને આઉટ.. ચાર બોલમાં 19 રનની કોલકાતાને જરૂરત 

    19:40 (IST)

    ઓગણીસ ઓવરમાં કોલકાતાએ 159 રન બનાવી લીધા છે અને અંતિમ ઓવરમાં 23 રન બનાવવાના છે. કાર્તિક 31 અને નારન 05 રને રમતમાં છે. 

    19:36 (IST)

    અઢાર ઓવર બાદ કોલકાતાએ 145 રન બનાવી લીધા છે. હાલમાં કાર્તિક અને  સુનિલ નારન રમતમાં છે.

    19:30 (IST)

    સત્તર ઓવર બાદ કોલકાતાએ 139 રન બનાવી લીધા છે. હાલમાં કાર્તિક 12 અને સુનિલ નારન શૂન્ય રને રમતમાં છે. કોલકાતાને જીતવા માટે ત્રણ ઓવરમાં 43 રનની જરૂરત છે. 

    19:27 (IST)
    રસેલ 09 રન બનાવીને બૂમરાહની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. 

    19:21 (IST)

    સોળ ઓવરના અંતે કોલકાતાએ ચાર વિકેટના નુકશાને 128 રન બનાવી લીધા છે. દિનેશ કાર્તિક 06 અને રસેલ 08 રન બનાવીને રમતમાં છે. મકરંદે સોળમી ઓવરમાં માત્ર 06 રન આપ્યા હતા. 

    19:17 (IST)
    પંદર ઓવરના અંતે કોલકાતાએ ચાર વિકેટના નુકશાને 122 રન બનાવી લીધા છે. હાલમાં રસેલ 03 અને દિનેશ કાર્તિક 05 રન બનાવીને રમતમાં છે. મેક્લેઘને પંદરમી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. કોલકાતાને હવે જીતવા માટે 30 બોલમાં 60 રનની જરૂરત છે. 

    19:13 (IST)
    નીતિશ રાણા 14મી ઓવર લઈને આવેલા હાર્દિક પંડ્યાની ઓવરમાં 31 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. 

    19:5 (IST)

    તેર ઓવરના અંતે કોલકાતાએ ત્રણ વિકેટના નુકશાને 114 રન બનાવી લીધા છે. હાલમાં નીતિશ રાણા 31 અને દિનેશ કાર્તિક શૂન્ય રને રમતમાં છે. મકરંદે તેરમી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. 

    મુંબઈ અને કોલકાતા વચ્ચે થયેલા આઈપીએલના 37માં મુકાબલામાં મુંબઈએ 13 રને કોલકાતાને હરાવી દીધું હતું. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈએ પહેલા બેટિંગ કરતાં સૂર્યકુમારના શાનદાર 57 અને લેવિસના 35 રનની મદદથી 181 રન બનાવ્યા હતા. તે ઉપરાંત હાર્દિક પંડ્યાએ પાછળથી આવીને 35 રન બનાવ્યા હતા.

    મુંબઈએ આપેલા 182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ કોલકાતાની ટીમ 06 વિકેટે 18 રન જ બનાવી શકી હતી. કોલકાતા તરફથી રોબિન ઉથપ્પા 36, દિનેશ કાર્તિક 36 અને નીતિશ રાણા 31 રન બનાવ્યા હતા. કોલકાતા દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં દસ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે મુંબઈ આઠ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

    આઈપીએલ 11ની સિઝનમાં આજે 6 મેના રોજ પહેલો મુકાબલો મુંબઈ ઈન્ડીયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવનાર આ મેચ બંને ટીમ માટે ખુબ મહત્વની છે. કેકેઆર મેજબાન ટીમ મુંબઈને હરાવી પ્લેઓફમાં જવા તરફ એક ડગલું ભરવાની ઈચ્છાએ મેદાનમાં ઉતરશે, જ્યારે મુંબઈ પોતાના વિરોધી કોલકાતાને હરાવી આઈપીએલમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરશે. કેકેઆરએ પોતાની નવ મેચમાં પાંચમાં જીત મેળવી હાલ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે મુંબઈ પાંચમા નંબર પર છે.

    જો મુંબઈ ઈન્ડીયન્સને આઈપીએલમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો, કોઈ પણ બોગે આજે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવવું જ પડશે. હવે મુંબઈને જો એક પણ હારનો સામનો કરવો પડ્યો તો તેની આઈપીએલની સફર પુરી થઈ જશે. જ્યારે વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકની કપ્તાનીમાં રમી રહેલ કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં પોતાના પ્રદર્શનથી લોકોનું દિલ જીતી લીધુ છે. અને 10 પોઈન્ટ સાથે તે ત્રીજા નંબર પર છે.

    મુંબઇ ઇન્ડિયન્સની ટીમ

    સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકિપર), જીન-પૌલ ડુમિની, હર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેકક્લેનાઘાન, મયંક માર્કન્ડે, જસપ્રિત બમરા

    કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ

    ક્રિશ લેન, સુનિલ નરેન, રોબિન ઉથપ્પા, નિતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટ કિપર), આન્દ્રે રસેલ, શુભમ ગિલ, શિવમ માવી, ટોમ કોર્રન, પિયુષ ચાવલો, કુલદિપ યાદવ, મિચેલ જોન્સન, રિંકુ સિંહ
    विज्ञापन
    विज्ञापन