IPL 2018 - દિલ્હીએ ચાર રને રાજસ્થાન સામે મેળવી રોમાંચક વિજય

News18 Gujarati
Updated: May 3, 2018, 12:47 AM IST
IPL 2018 - દિલ્હીએ ચાર રને રાજસ્થાન સામે મેળવી રોમાંચક વિજય

  • Share this:
આઈપીએલ 2018ની સિઝન 11ની રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હી ચાર રનથી વિજયી બન્યું છે. ભારે રોમાંચ વાળી રહેલી આ મેચમાં રાજસ્થાનને છેલ્લા બોલે છ રન લેવાના હતા. જોકે, માત્ર એક જ રન બનાવી શકતા રાજસ્થાનને આ મેચ હારવી પડી. આમ દિલ્હીએ રાજસ્થાન સામે ચાર વિકેટે શાનદાર જીત મેળવી છે. રાજસ્થાનને 12 ઓવરની ઇનિંગમાં 146 રન બનાવી શક્યું જેના માટે તેણે પાંચ વિકેટનું નુકાસન વેઠવું પડ્યું.

ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાના રાજસ્થાનના નિર્ણયના પગલે દિલ્હીને પહેલી બેટિંગ કરવાની તક મળી હતી. જોકે, મેચ શરૂ થયા તે પહેલા જ ભારે વરસાદના કારણે મેચને સ્થગિત કરવામાં આવી હતી. વરસાદ બંધ થતાં મેચને 18-18 ઓવર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ દિલ્હીને 18 ઓવર રમવાની હતી. જોકે, દિલ્હીને ઇનિંગની પહેલી જ ઓવરમાં એક વિકેટનું નુકસાન થયું હતું.

ત્યારબાદ દિલ્હીને બેટ્સમેનોએ બાજીને સંભાળી લીધી હતી. આમ 17.1 ઓવરમાં દિલ્હીએ 196 રન બનાવ્યા હતા. રાજસ્થાનને 197 રનનો ટાર્ગેટ આપવા માટે દિલ્હીને 6 વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. પહેલી ઇનિંગની છેલ્લી ઓવર ચાલુ હતી ત્યારે જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. જેના પગલે દિલ્હીની ઇનિંગ પુરી થઇ હતી.  જોકેે, વરસાદના કારણે 12 ઓવરની ઇનિંગ કરાઇ હતી. જ્યારે રાજસ્થાનને 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

દિલ્હીઃ કોણે લીધા કેટલા રન?

પૃથ્વી શોઃ 25 બોલમાં 47 રન
કોલિન મુનરોઃ 1 બોલમાં 0 રનશ્રેયસ ઐયરઃ 35 બોલમાં 50 રન
ઋષભ પંતઃ 29 બોલમાં 69 રન
ગ્લેન મેક્સવેલઃ 5 બોલમાં 6 રન
વિજય શંકરઃ 6 બોલમાં 17 રન
લિયેમ પ્લેનકેટ્ટઃ 2 બોલમાં 1 રન સાથે અણનમ

રાજસ્થાનઃ કોણે કેટલી લીધી વિકેટ ?

ધવલ કુલકર્ણીઃ 37 રન આપી 1 વિકેટ
આર્ચરઃ 31 રન આપી 1 વિકેટ
કૃષ્ણપ્પા ગોથમઃ 27 રન આપી 0 વિકેટ
જયદેવ ઉનડકડઃ 46 રન આપી 3 વિકેટ
શ્રેયસ ગોપાલઃ 26 રન આપી 1 વિકેટ
બેન સ્ટોકઃ 28 રન આપી 0 વિકેટ

રાજસ્થાનઃ કોણે લીધા કેટલા રન?

આર્ચી શોર્ટઃ 25 બોલમાં 44 રન
જોસ બટલરઃ 26 બોલમાં 67 રન
સન્જુ સેમસનઃ 5 બોલમાં 3 રન
બેન સ્ટોકઃ 2 બોલમાં 1 રન
રાહુલ ત્રિપાઠીઃ 8 બોલમાં 9 ર ન
ક્રિષ્ણાપ્પા ગોથમઃ 6 બોલમાં 18 રન અણનમ
જોફ્રો આર્ચરઃ અણનમ

દિલ્હીઃ કોણે લીધી કેટલી વિકેટ?

શાહબાઝ નદીમઃ 13 રન આપી 0 વિકેટ
ટ્રેન્ટ બોલ્ટઃ 26 રન આપી 2 વિકેટ
આવેસ ખાનઃ 36 રન આપી 0 વિકેટ
લિઆમ પ્લુનકેટ્ટઃ 37 રન આપી 0 વિકેટ
અમિત મિશ્રાઃ 12 રન આપી 1 વિકેટ
ગ્લેન મેક્સવેલઃ 21 રન આપી 0 વિકેટ





દિલ્હી માટે રાહતની વાત એ છે કે, ગંભીરે કપ્તાની છોડ્યા બાદ સ્રેયશ અય્યર કપ્તાની પદે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે ટીમ માટે રન બનાવવાની સાથે કપ્તાની પણ સારી કરી રહ્યો છે. આ સિવાય ઋષભ પંત અને પૃથ્વી શો પણ બેટિંગ સારી કરી રહ્યા છે.

દિલ્હી ટીમ

ઋષભ પંત, શ્રેયસ અય્યર, ગ્લેન મેક્સવેલ, અમિત મિશ્રા, શાહબાજ નદીમ, વિજય શંકર, રાહુલ તેવતિયા, મોહમ્મદ શમી, ગૌતમ ગંભીર (કપ્તાન), ટ્રેંટ બોલ્ટ, કોલિન મૂનરો, ક્રિસ મોરિસ, વિજય શંકર, ડેનિયલ ક્રિસ્ટીયન, જેસન રોય, નમન ઓઝા, પૃથ્વી શાહ, ગુરકિરતસિંહ માન, આવેશ ખાન, અભિષેક શર્મા, જયેત યાદવ, હર્ષલ પટેલ, મંજોત કાલરા, સંદિપ લામીછાને, સાયન ઘોષ, લિયામ પ્લેંકટ.

રાજસ્થાન ટીમ

આજિંક્ય રહાણે (કપ્તાન), અંકિત શર્મા, સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, ધવલ કુલકર્ણી, જ્યોફ્રા આર્ચર, ડાર્સી શોર્ટ, દુષ્મંતા ચમીરા, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, એસ. મિથુન, જયદેવ ઉનડકટ, બેન લોફલિન, પ્રશાંત ચોપડા, કે. ગૌતમ, મહિપાલ લેમલોર, જતિન સક્સેના, અનુરિત સિંહ, આર્યમાન બિરલા, જોસ બટલર, હેનરિક ક્લાસેન, જહીર ખાન અને રાહુલ ત્રીપાઠી.
Published by: kiran mehta
First published: May 2, 2018, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading