Home /News /cricket /

ચેન્નાઇ પછી દિલ્હીમાં IPL મેચો ઉપર સંકટ, વિકલ્પ તરીકે 4 શહેરની પસંદગી

ચેન્નાઇ પછી દિલ્હીમાં IPL મેચો ઉપર સંકટ, વિકલ્પ તરીકે 4 શહેરની પસંદગી

ચેન્નાઇ સુપર કિંગ્સ પછી હવે દિલ્હી ડેયરડેવિલ્સના હોમ મેચો ઉપર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ પછી હવે દિલ્હી ડેયરડેવિલ્સના હોમ મેચો ઉપર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે.

    ચેન્નાઇ સુપર કિંગ્સ પછી હવે દિલ્હી ડેયરડેવિલ્સના હોમ મેચો ઉપર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. જો દિલ્હી હાઇકોર્ટ આધિકારીક બ્રોડકાસ્ટરને આઇપીએલ મેચો દરમિયાન ફિરોજશાહ કોટલા સ્ટેડિયમના જૂના ક્લબ હાઉસમાં કેમેરા લગાવવાની અનુમતિ આપતું નથી. જ્યારે દિલ્હીની મેચો બીજા શહેરોમાં શિફ્ટ થઇ શકે છે.

    દેશના ચાર સ્ટેડિયમો વિકલ્પ તરીકે કરાયા પસંદ
    માનવામાં આવી રહ્યું છે કે મેચના પ્રસારણ સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દા ઉપર આઈપીએલ, દિલ્દી ડેયરડેવિલ્સ અને દિલ્હી ક્રિકેટ એસોસિએશન મેનેજમેન્ટ વચ્ચે એક બેઠક પણ થઈ હતી. બેઠકમાં લગભગ બધા પક્ષો એ વાત ઉપર સહમત થયા હતા કે, બોલરના બોલિંગ આર્મને ફોલો કરનારા કેમેરા ન લગાવવું એ પ્રસારણ સાથે મોટું સમાધાન થશે. આવી સ્થિતિમાં દિલ્હી ઉપરાંત વૈકલ્પિક મેદાનો ઉપર પણ વિચાર શરૂ થઇ ગયો છે. જેમાં કાનપુર, રાજકોટ, રાયપુર ઉપરાંત ઇન્દોરના સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

    દિલ્હી હાઇકોર્ટ આ અંગે આગામી 18મી એપ્રિલે સુનાવણી હાથ ધરશે
    દિલ્હી હાઇકોર્ટે ક્લબ હાઉસ સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉપર 18 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આ પહેલા જ દિલ્હી ક્રિકેટ એસોસિએશન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.

    હાઇકોર્ટની મંજૂરી મળશે તો દિલ્હીમાં મેચો રમાશે
    ઉલ્લેખનીય છે કે આરપી મેહરા બ્લોક ફિરોજશાહ કોટલાના અવશેષોની નજીક હોવાના કારણે વિવાદોમાં છે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન દિલ્હીમાં રમાનારી મેચો ઉપર આ પ્રકારનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે, ત્યારે હાઇકોર્ટની મંજૂરી મળ્યા પછી દિલ્હીમાં નક્કી કરેલા કાર્યક્રમ અંતર્ગત મેચો રમાશે.

    મીડિયા અને કેમેરાઓની મંજૂરી મળે તો પણ નુકસાનનો કારક
    મીડિયા અને કેમેરાઓ માટે કોર્ટ પાસેથી મંજૂરી મળી પણ જાય તો રેવેન્યૂના હિસાબથી દિલ્હી ફ્રેન્ચાઇઝી માટે ખુબ જ નુકસાન કારક હશે. કારણ કે ઓછામાં ઓછું 2300 સીટ વેચાણ માટે ઉપલબ્ધ નહી હોય.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Ipl 2018

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन